World

રંગીલા ઝુલુ રાજા ગુડવિલની અંતિમવિધિમાં મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડ્યાં

દક્ષિણ આફ્રિકાના ક્વાઝુલુ નાતાલ પ્રાંતના ઝુલુ સમુદાયના પરંપરાગત રાજા ગુડવિલ ઝ્વેલિથિનીનું ગયા શુક્રવારે અવસાન થયું હતું જેમની અંતિમવિધિ આજે આ રાજાના વતનના ગામ નોંગોમા ખાતે યોજાઇ હતી જેમાં ખાસ કરીને ઝુલુ સમાજના લોકો મોટા પ્રમાણમાં ઉમટી પડ્યાં હતાં.

ગંભીર ડાયાબિટિસની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયેલા આ ઝુલુ રાજાનું ૭૨ વર્ષની વયે અવસાન થયું હતું. તેમની આજે યોજાયેલી અંતિમવિધિમાં ઝુલુ સમાજના કેટલાક લોકો તો દીપડાનું ચામડુ પહેરીને પણ આવ્યા હતા. આ રાજા પોતાના વૈભવી અને વિલાસી જીવન માટે જાણીતા અને બદનામ પણ થયા હતા.

તેમણે પોતાની સમક્ષ કન્યાઓ પાસે ઉઘાડી છાતી સાથે નૃત્ય કરાવવાની પરંપરા ફરી શરૂ કરી હતી અને આ બાબતે દુનિયાભરમાં તેમની ટીકાઓ થઇ હતી પરંતુ નવાઇની વાત એ હતી કે આજે તેમની અંતિમ યાત્રામાં પણ અનેક યુવતીઓ ઉઘાડી છાતી સાથે જોડાઇ હતી.

રાજા ગુડવિલની છ પત્નીઓ હતી અને પોતાની તમામ છ પત્નીઓને તેમણે એક એક વૈભવી મહેલ આપ્યો હતો. આ ઉપરાંત પોતાની પત્નીઓ અને ૨૮ બાળકો માટે મોટર કારો, વસ્ત્રો વગેરે પાછળ તેઓ ઘણો ખર્ચ કરતા હતા જ્યારે કે ઝુલુ સમાજ સખત ગરીબીમાં સબડે છે. આ બાબતે વિશ્વભરમાં આ રાજાની ઘણી ટીકાઓ થઇ હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top