નવી દિલ્હી: (New Delhi) ભારતમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય (Zoo) બની રહ્યું છે. એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) દ્વારા ગુજરાતના જામનગરમાં પ્રાણી સંગ્રહાલય બનાવવામાં આવી રહ્યું છે. મુકેશ અંબાણીના (Mukesh Ambani) સૌથી નાના પુત્ર અનંત અંબાણી (Anant Ambani) દ્વારા આ પ્રોજેક્ટની દેખરેખ કરવામાં આવી રહી છે. તેઓ વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય હોવાનો દાવો કરી રહ્યા છે. આ વાતની પુષ્ટિ કંપનીના એક વરિષ્ઠ અધિકારીને કરી હતી. આ પ્રાણી સંગ્રહાલયનુ નામ ગ્રીન જ્યુલૉજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન કિંગડમ છે. તેમાં ભારત અને વિશ્વભરના પ્રાણીઓ, પક્ષીઓ અને ઉભયજીવીઓની વિવિધ પ્રજાતિઓ જોવા મળશે. મળતી માહિતી મુજબ આ પ્રાણી સંગ્રહાલયની કામગીરી 2022 સુધીમાં પુરી થવાની હતી પરંતુ કોરોના મહામારીને કારણે તેનું કામ અટકી ગયુ હતું. જો કે હાલમાં તેની કામગીરી પૂરજોશે ચાલી રહી છે. હવે 2023 સુધીમાં પ્રાણી સંગ્રહાલય બનીને તૈયાર થઈ જશે.
- રિલાયન્સ દ્વારા બનાવાઈ રહ્યું છે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય
- મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીનો ડ્રીમ પ્રોજેક્ટ
- ઝૂ 280 એકર જમીન વિસ્તારમાં બનશે
- લગભગ વર્ષ 2023માં બનીને થશે તૈયાર
- કોરોનાને કારણે પ્રોજેક્ટમાં થયો વિલંભ
પ્રાણી સંગ્રહાલયમાં કયા કયા વિભાગો હશે?
વિશ્વના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયનું નિર્માણ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીનાં દેખરેખમાં કરાઈ રહ્યું છે. આ લગભગ 280 એકર જમીન પર કરવામાં આવશે. જે જામનગરની મોતી ખાવડી સ્થિત કંપનીની રિફાઇનરી પ્રોજેક્ટની નજીક છે. નોંધપાત્ર વાત એ છે કે રિલાયન્સનો રિફાઇનિંગ પ્રોજેક્ટ પણ વિશ્વનું સૌથી મોટો સંકુલ છે. કોર્પોરેટ કેસના આરઆઈએલ સંચાલક પરિમલ નાથવાણીએ જણાવ્યું છે કે રાજ્ય દ્વારા સંબંધિત કેન્દ્ર અને સરકારી અધિકારીઓની તમામ મંજૂરીઓ પહેલાં જ લેવાઇ ગઇ છે. તેને ગ્રીન જ્યુલૉજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન કિંગડમ નામ આપવામાં આવ્યુ છે. યોજના મુજબ, પ્રાણી સંગ્રહાલયમાં ‘ફોરેસ્ટ ઓફ ઈન્ડિયા’, ‘ફ્રોગ હાઉસ’, ‘ઈન્સેક્ટ લાઈફ’, ‘ડ્રેગન લેન્ડ’, ‘એક્સોટિક આઈલેન્ડ’, ‘વાઈલ્ડ ટ્રેલ ઓફ ગુજરાત’ અને ‘એક્વાટિક કિંગડમ’ જેવા અનેક વિભાગોનો સમાવેશ કરવામાં આવશે. પ્રાણી સંગ્રહાલય વિશેની તમામ માહિતી સેન્ટ્રલ ઝૂની સત્તાવાર વેબસાઇટ પર શેર કરવામાં આવી છે.
કયા કયા પ્રાણીઓનો સમાવેશ કરવામાં આવ્યો?
પ્રાણી સંગ્રહાલયના આકર્ષણ માટે હરણ, સ્કિની લોરીસ, સ્લોથ રીંછ, માછીમારી બિલાડીઓ, કોમોડો ડ્રેગન, ભારતીય વરુ અને રોઝ પેલિકન સહિતની વિવિધ પ્રજાતિઓ મુકવામાં આવશે. તેમજ 12 ક્રાઉન, જગુઆર અને આફ્રિકન સિંહો ઉપરાંત, 12માંથી દરેક માટે છ ઘર પણ હશે. જ્યારે શાહમૃગ, 20 જિરાફ, 18 મોર, 10 કેમેન, સાત ચિત્તા, આફ્રી હાથકી અને નવ મહાન ભારતીય બસ્ટર્ડ્સને પણ મૂકવામાં આવશે. દેડકાના ઘરમાં લગભગ 200 ઉભયજીવીઓ હશે, જ્યારે જળચર રાજ્યમાં લગભગ 350 માછલીઓ હશે. અહેવાલો અનુસાર, જો બધુ બરાબર રહેશે તો પ્રાણી સંગ્રહાલય આવતા વર્ષ સુઘીમાં લોકો માટે ખૂલ્લું મૂકવામાં આવશે.
2022માં શરૂ થવાનો હતો
મળતી માહિતી મુજબ આ પ્રાણીસંગ્રહાલયની શરૂઆત વર્ષ 2022માં થવાની હતી. પરંતુ પરંતુ કોરોના મહામારીને કારણે તેનું કામ અટકી ગયુ હતું. આ યોજનામાં કોવિડ -19 કારણે વિલંભ થયો હતો. કોવિડની સ્થિતિને પગલે દોઢ વર્ષ કામગારી અટકી ગઇ હતી. હવે આ પ્રોજેકટ પૂરો થતાં વધુ દોઢેક વર્ષનો સમય લાગશે. હાલમાં તેનુ કામ પૂરજોશે ચાલી રહ્યું છે.