Madhya Gujarat

ઝાલોદ તા. પં. સભ્યના પતિને પોલીસે ૩૩ હજારના દારૂ સાથે ઝડપ્યો

       દાહોદ: ઝાલોદની રાજસ્થાન સીમા પર આવેલી પોલીસ ચોકી પર, પોલીસ ની વોચ  દરમ્યાન પોલીસે  પોતાના કબ્જા ની ટાટા નેકસોન માં કુલ ૩૩,૮૪૦ની રકમ નો દારૂ લઈ જતા ઝાલોદ તાલુકા પંચાયત સભ્ય ના પતિ બિરેન ભાભોર સહિત અન્ય એક ને ઝડપી પાડ્યો હતો. ૧૩ નવેમ્બર ને શનિવાર ના રોજ પોલીસ ને મળેલી બાતમી ના આધારે પોલીસે ધાવડિયા ચેક પોસ્ટ પર ચેકીંગ કરતા,  વર્ષો થી દારૂ ના ધંધા માં સંકળાયેલ અને  ઝાલોદ તાલુકા પંચાયત સભ્યનો પતિ બિરેન લાલુ ભાભોર ના કબ્જા ની ટાટા નેકસોન કારની ચેકીંગ કરતા ગાડી ની ડિકી માં ભારતીય બનાવટ ની વિવિધ ૧૪ નંગ પેટીઓ જેમાં બિયર તથા ઇંગ્લિશ દારૂની બોટલ કુલ ૩૧૨  મળી આવી હતી. પોલીસે કુલ કિંમત ૩૩,૮૪૦/- ના દારૂ સાથે ગાડી મળી અને કુલ ૫,૩૬,૩૪૦ નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. તથા રણીયારના કુખ્યાત બુટલેગર રૂપેશ કોળી તથા રાજસ્થાન ના અન્ય એક અજાણ્યા ઇસમ એમ કુલ ૪ વ્યક્તિઓ સામે ગુન્હો નોંધી અને આગળ ની કાર્યવાહી હાથ
ધરી છે.

Most Popular

To Top