હાઈવે પર ઝીરો વિઝિબિલિટી ઓછી થતાં વાહનચાલકો અટવાયા

વડોદરા : વડોદરા શહેર અને જિલ્લામાં ધીમે ધીમે ઠંડીનો ચમકારો ઓછો થયો છે પરંતુ વહેલી સવારે શહેરમાં ઝાકળ સાથે ધુમ્મસ છવાઇ રહ્યું છે ધુમ્મસને કારણે વિઝિબિલિટી પણ ખૂબ જ ઓછી થઈ ગઈ હતી સવારે હાઇવે પરથી પસાર થતા હજારો વાહનચાલકો ધુમ્મસને કારણે અટવાઇ ગયા હતા. બીજી તરફ ધુમ્મસને પગલે હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો. વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર પણ ધુમ્મસની ચાદર પાથરતા તમામ સાઈનબોર્ડ અને ટોલનાકા પર લાઉડ સ્પીકર દ્વારા વાહન ચાલકોને સુરક્ષિત અને સલામત વાહન ચલાવવાની જાણકારી અપાઈ હતી.

ધુમ્મસને કારણે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે તથા નેશનલ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો અટવાય ગયા હતા અને સવારે વાહનોની લાઈટો ચાલુ કરવાની ફરજ પડી હતી દસ થી પંદર ફૂટ સુધી રસ્તો ન દેખાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.સવાર સુધી રહેલા ધુમ્મસના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા ધુમ્મસના કારણે કોઇ અકસ્માત ન સર્જાય તે માટે એક્સપ્રેસ હાઇવે ઓથોરીટી દ્વારા એક્સપ્રેસ વે ઉપર લગાવવામાં આવેલા ડિઝીટલ ડિસ્પ્લે તેમજ ટોલ નાકા ઉપર લગાવેલા લાઉડ સ્પિકર દ્વારા એનાઉન્સ વાહનો ધીમે ચલાવવા માટે સતત એનાઉન્સ કરવામાં આવ્યું હતું ત્યારે વડોદરા શહેરને અડીને હાઈવે પર સદભાગ્યે અકસ્માતની કોઇ ઘટના બની ન હતી. વડોદરા શહેર અને જિલ્લામાં ઠંડી વધવાની શક્યતા ઓછી છે જોકે લઘુતમ તાપમાનનો પારો ગગડી શકે છે જેને લઇ રાત્રિના સમયે  ઠંડીનું જોર પણ વધે તેમ મનાય છે આજે મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન ડિગ્રી 15 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું આવનાર ચાર પાંચ દિવસ તાપમાનનો પારો ગગડી 12 થી 13 ડિગ્રીએ પહોંચે તેવું પણ અનુમાન છે ત્યારે આગામી ત્રણ-ચાર દિવસ ફરી ઠંડીમાં વધારો થઈ શકે છે.

Most Popular

To Top