National

ચીનમાં મોદી પુટિનને મળે તે પહેલા ઝેલેન્સ્કીએ તેમને ફોન કર્યો

તિયાનજિન (ચીન), તા. 30 (પીટીઆઈ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સ્કી સાથે ફોન પર વાતચીત દરમિયાન કહ્યું હતું કે, ભારત યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાન માટેના તમામ પ્રયાસોને સમર્થન આપે છે. મોદી ચીનમાં રશિયન પ્રમુખ પુટિનને મળે તે પહેલા ઝેલેન્સ્કીએ તેમને ફોન કર્યો હતો. મોદી સોમવારે ચીનના આ શહેરમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ)ની સમિટ દરમિયાન પુતિન સાથે વ્યાપક વાટાઘાટો કરવાના છે. યુક્રેન સંઘર્ષ વાટાઘાટોના કેન્દ્રબિંદુ ક્ષેત્રોમાંનો એક હોવાની અપેક્ષા છે. ઝેલેન્સ્કીએ મોદીને ફોન કરીને રશિયાના ટોચના નેતૃત્વ સાથે બેઠક માટે પોતાની તૈયારી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, યુદ્ધનો અંત તાત્કાલિક યુદ્ધવિરામથી શરૂ થવો જોઈએ. સોશિયલ મીડિયા પોસ્ટમાં, યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારત જરૂરી પ્રયાસો કરવા અને રશિયાને યોગ્ય સંકેત આપવા માટે તૈયાર છે.

Most Popular

To Top