પેટાગોનિયાનાં સ્થાપક લગભગ અડધી સદી પછી કંપનીની બે સંસ્થાઓમાં ભાગ કરી રહ્યા છે જેમાં પેટાગોનિયાનાં નફાની રકમ આબોહવા પરિવર્તનના વૈશ્વિક સંકટ સામે લડવામાં મદદ કરશે. તેઓ રકમનો ઉપયોગ આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે યોજનાબદ્ધ ઢબે નક્કી કરશે! પેટાગોનિયાનાં સ્થાપક લગભગ અડધી સદી પછી કંપનીની માલિકી બે ભાગમાં વહેંચી રહ્યાં છે! જે આબોહવા પરિવર્તન સામે અભિયાન ચલાવશે! પેટાગોનિયા વેન્ચુરા કેલિફોર્નિયાની ખાનગી બ્રાંડેડ કંપની છે, જે આઉટડોર એપેરલ અને સાધનો વેચે છે. યુવોન ચૌઇનાર્ડએ ૧૯૭૩માં આ કંપનીની સ્થાપના કરી હતી. પચાસ વરસોમાં અઢળક કમાણી કરી છે!
પેટાગોનિયાએ તાજેતમાં જાહેરમાં જણાવ્યું હતું કે તાત્કાલિક પરિવર્તન સાથે ચૌઇનાર્ડ અને તેનો પરિવાર તેમનો સંપૂર્ણ માલિકીનો હિસ્સો બે નવી બનેલી કંપનીઓ બદલશે. નવી વ્યવસ્થા સુનિશ્ચિત કરશે કે કંપનીનાં મૂલ્યો જાળવી રાખવામાં આવે અને પેટાગોનિયાનાં નફાનો સદઉપયોગ આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે થાય. યુવોન ચૌઇનાર્ડ સામે ચોખ્ખી પરિકલ્પના છે.તેમનું માનવું છે કે જો આપણી પાસે કે વિશ્વનાં માનવીઓ પાસે આજથી ૫૦ વર્ષ પછી સમૃદ્ધ ગ્રહની કે ધરાની કોઈ આશા હોય, તો તે આપણાં બધાને સામૂહિક ધોરણે આપણી પાસેનાં સંશાધનો સાથે શક્ય તેટલું બધું કરવાની માંગને ટકોરા મારે છે! કુદરતમાંથી મૂલ્ય કાઢવા અને તેને સંપત્તિમાં રૂપાંતરિત કરવાને બદલે, સ્ત્રોતની સુરક્ષા માટે પેટાગોનિયા દ્વારા બનાવેલ સંપત્તિનો ઉપયોગ કરવાની પહેલ કરવામાં આવી છે.
કંપનીનો સૌથી મોટો ભાગ કે પેટાગોનિયાનાં સ્ટોકનો ૯૮ % ભાગ હવે હોલ્ડફાસ્ટ કલેક્ટિવ હેઠળ હશે. આ બિન-નફાકારક ભાગ સુનિશ્ચિત કરશે કે કંપનીનો વાર્ષિક નફો જે આશરે દર વર્ષે એકસો મિલિયન ડોલરનો છે તેનો ઉપયોગ ધરાને સુરક્ષિત રાખવા પ્રકૃતિ અને જૈવવિવિધતાની સાંચવણ કરવા, તે સંબંધિત સમુદાયોને ટેકો આપવા અને પર્યાવરણીય સંકટ માટે સંઘર્ષ કરવામાં આવશે. આ ટ્રસ્ટ કાયમી કાયદાની મદદે એક માળખું બનાવશે જેથી કંપની ચૌનાર્ડની દ્રષ્ટિથી ક્યારેય ભટકી ન શકે અને નફાનો પૂર્ણ ભાગ પૃથ્વી અને પર્યાવરણ માટે વગર સંકોચે કામ કરી શકે ! ભાવિ માનવી માટે દૂષણ મૂક્ત પૃથ્વી સાચવી શકે!
પેટાગોનિયાનાં સીઇઓ રાયન ગેલર્ટે જણાવ્યું હતું કે, ‘બે વર્ષ પહેલાં ચોઇનાર્ડ પરિવારે અમારામાંથી પસંદગીનાં સભ્યોને બે જુદા કેન્દ્રીય ધ્યેયો સાથે નવું માળખું વિકસાવવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો તેઓ ઇચ્છતાં હતા કે અમે બંને વ્યવસાય અને ધરતીનું રક્ષણ બંને ઉદ્દેશ્યનું પાલન કરીએ અને પર્યાવરણીય કટોકટી સામે લડવા માટે તાત્કાલિક અને કાયમ વધુ ભંડોળ બહાર પાડીએ.’ અમારૂ માનવું છે કે આ નવું માળખું બંનેની આમન્યા જાળવશે, મને આશા છે કે તે વ્યવસાય કરવાની નવી રીતને પ્રેરિત કરશે જે લોકો વ્યવસાય અને ધરતીની સુનિયોજિત વ્યવસ્થા માટે કટીબધ્ધ છે, પર્યાવરણનાં સંકલ્પને સતત આગળ ધપાવે છે. પેટાગોનિયા લાંબા સમયથી સંરક્ષણવાદી પેઢી તરીકે જાણીતી છે અને વર્ષોથી તેનાં સ્ટોર્સની બહાર હોટ-બટન મુદ્દાઓ સૂચનાઓ સ્પષ્ટપણે સંકેત દર્શાવતી રહી છે. પેટાગોનિયાની કોર્પોરેટ સક્રિયતા તેની બ્રાન્ડ ઓળખનો મોટો ભાગ છે. અગાઉ કંપનીએ ઉતાહમાં બે રાષ્ટ્રીય સ્મારકોને નાટકીય રીતે સંકોચવાનાં વહીવટી નિર્ણય સામે દાવો કર્યો હતો!
ગયા વર્ષે પેટાગોનિયાએ સોશિયલ મીડિયા પર પર્યાવરણ અને આબોહવા પરિવર્તન પ્લેટફોર્મને ઠીક કરવાં દબાણ કરવા માટે કંપનીઓને બ્રાન્ડ સાથે જોડાવાં હાકલ કરી હતી અને કંપનીએ જ્યોર્જિયામાં મતદાન અધિકાર જૂથોને એક મિલિયન ડોલરનું અનુદાન આપ્યું હતું. કોર્પોરેટ વિશ્વમાં માતબર ધનિકોએ પોતાની કમાણીમાંથી ચેરિટી કરવાની પહેલ કરી હતી. દુનિયા સમસ્યાઓથી ભરેલી છે પણ જે ચળવળ અને ઝૂંબેશ વ્યક્તિગત ધોરણે યુવોન ચૌઇનાર્ડની પેટાગોનિયાનાંએ ઉપાડી છે તે ભૌતિક જગતની આંખો ઉઘાડનારી છે. જો ભાવિ પેઢીને શુધ્ધ હવા અને પાણી જ નહીં મળે તો વારસો શું કામનો!