યુટ્યુબર એલ્વિશ યાદવની (YouTuber Elvish Yadav) નોઈડા પોલીસે સાપના ઝેરની દાણચોરી (Snake Venom Smuggling case) મામલે ધરપકડ કરી છે. એલ્વિશ યાદવને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલો ઘણા સમયથી ચાલી રહ્યો છે. ગયા વર્ષે સેક્ટર 49 માં નોઇડા પોલીસ દ્વારા સાપના ઝેરના કેસમાં FIR દાખલ કરવામાં આવ્યા બાદ બિગ બોસ OTT વિજેતા એલ્વિશ યાદવને આજે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. નોઈડા પોલીસની ટીમે તેને સૂરજપુર કોર્ટમાં કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાં સુનાવણી બાદ એલ્વિશ યાદવને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે એલ્વિશ યાદવ પર રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાનો આરોપ હતો. આ મામલામાં એનસીઆરમાં 60થી વધુ પાર્ટીઓ વિશે માહિતી મળી હતી. આ મામલે મેનકા ગાંધીના NGOએ નોઈડા સેક્ટર-49 પોલીસ સ્ટેશનમાં એલ્વિશ યાદવ સહિત કેટલાક લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આ પછી પોલીસે સ્થળ પર પકડાયેલા સાપના ઝેરને પરીક્ષણ માટે એફએસએલ લેબમાં મોકલ્યા. તેના પરિણામો સામે આવ્યા હતા જે એલ્વિશની ધરપકડ પર સવાલો ઉભા કરી રહ્યા હતા.
પોલીસે આ કાર્યવાહી સાપના ઝેરની દાણચોરીના કેસમાં કરી છે. ગયા વર્ષે નોઈડા પોલીસે સેક્ટર-39માં એફઆઈઆર નોંધી હતી. આજે એલ્વિશ યાદવને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. એલ્વિશ યાદવને થોડા સમય બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.