વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) નામમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો થયો છે. પીએમ મોદીની લોકપ્રિયતાનો (Popularity) પુરાવો વિશ્વના સૌથી મોટા વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યુબ પર પણ જોઈ શકાય છે. નરેન્દ્ર મોદી યુટ્યુબ પર 2 કરોડ સબસ્ક્રાઇબર સુધી પહોંચનાર પ્રથમ વૈશ્વિક નેતા (Leader) બની ગયા છે. પીએમ મોદીની લોકપ્રિયતા પર કોઈ શંકા નથી. તાજેતરમાં વિવિધ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં તેનો પુરાવો જોવા મળ્યો હતો. પીએમ મોદીની યુટ્યુબ ચેનલ પર કુલ 450 કરોડ વ્યુઝ છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં મોદીની ચેનલના સબસ્ક્રાઈબર્સની સંખ્યા 1 કરોડને પાર કરી ગઈ હતી.
યુટ્યુબ પર સબસ્ક્રાઈબર અને વ્યુઝની બાબતમાં પીએમ મોદીએ દુનિયાના પોતાના તમામ હરીફ નેતાઓને ખૂબ પાછળ છોડી દીધા છે. પીએમ મોદીની યુટ્યુબ ચેનલ પર કુલ 450 કરોડ વ્યુઝ છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં મોદીની ચેનલના સબસ્ક્રાઈબર્સની સંખ્યા 1 કરોડને પાર કરી ગઈ હતી. મોદીની ચેનલ પરના ત્રણ સૌથી લોકપ્રિય વીડિયોના કુલ વ્યૂઝ 175 મિલિયન છે. ફક્ત એક મહિનામાં જ તેઓના 22 કરોડ વ્યુઝ છે. જ્યારે અત્યાર સુધી 450 કરોડ વ્યુઝ છે.
પીએમ મોદી પછી બીજા નંબરે બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો છે જેમની ચેનલ પર 64 લાખ સબસ્ક્રાઇબર્સ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડીમિર ઝેલેન્સ્કી 11 લાખ સબસ્ક્રાઇબર સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે યુએસ પ્રમુખ જો બિડેનની યુટ્યુબ ચેનલ પર 7,94,000 સબસ્ક્રાઇબર્સ છે. ડિસેમ્બર 2023માં પીએમ મોદીની ચેનલના કુલ વ્યૂઝ 22.4 કરોડ છે જે એક રેકોર્ડ છે.