વડોદરા: વડોદરા શહેરમાં શરૂ થયેલી એકમ કસોટી-6 ના પેપર લીક થયા છે. આજ રીતે અગાઉ પણ એકમ કસોટીના પેપર લીક કરાયા હતા. પરીક્ષાના એક દિવસ પહેલાં જ પેપરો અપલોડ કરવામાં આવ્યા હતા. જેમાં નોલેજ ફંડા નામની યૂટ્યૂબે પેપર જાહેર કર્યા નું બહાર આવ્યું છે.
ઉલ્લેખનીય છેકે આ અગાઉ પણ આ યુટ્યૂબરે પરીક્ષાના પેપર અપલોડ કર્યા હતા ત્યારે હવે ફરી એકવખત આ યુટ્યૂબ ચેનલ પર પેપર અપલોડ થયા છે. આ અગાઉ સોલ્યુશન સાથેના પેપરો યુટ્યુબ પર મુકાતા વિવાદ સર્જાયો હતો. જી.એસ.ઇ.આર. ટી. એ ઘટનાને પરિપત્ર કર્યો હતો. તેમ છતાં કોઈપણ પ્રકારના ડર વગર ચેનલના માલિક એ પેપર અપલોડ કર્યા છે.
સાયબર એક્સપર્ટ મયુર ભુસાવરે જણાવ્યું હતું કે, દર ત્રણ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એકમ કસોટી લેવામાં આવે છે. આ એકમ કસોટી ધો.3 થી 12 ના વિદ્યાર્થીઓ માટે હોય છે. એકમ કસોટીના પેપર પર સરકારની માલિકી હોય છે. જે સરકાર થકી ડીઈઓ કચેરી ત્યાંથી શાળાના પ્રિન્સીપાલ પાસે અને ત્યાંથી પેપર ના દિવસે શિક્ષકો વિદ્યાર્થીઓ ને આપતા હોય છે. આ આખી સિસ્ટમ પાસવર્ડ પ્રોટેકટેડ હોય છે.
યૂટ્યૂબર આ ચેનલને બ્રેક કરી પેપર મેળવી તેનું સોલ્યુશન બનાવી યુટ્યૂબ પર મૂકી વિદ્યાર્થીઓ ને ગેરમાર્ગે દોરે છે. કારણકે આખું પેપર તૈયાર હોય છે અને તેમાં અમુક સવાલ હિડન રાખવામાં આવ્યા હોય છે જેથી વિદ્યાર્થીઓ તેને જોઈ યુટ્યૂબર ને ફોન કરે અને તેનું સોલ્યુશન માંગે. આમ કરવાથી યુટ્યૂબર ના વ્યુ વધે અને વિદ્યાર્થીઓ પાસે તે રૂપિયા માંગે હિડન સવાલના તેમ કરી પૈસા કમાઈ છે.
આ પહેલા પણ પેપર લીક થતા સરકારે પરિપત્ર બહાર પડ્યો હતો જેમાં હવે જે યુટ્યૂબર પેપર લીક કરશે તો દંડનીય અપરાધ ગણવામાં આવશે અને તેની વિગતવાર કાર્યવાહી કરાશે. તેમ છતાં ફરી યુટ્યૂબર ની હિમ્મત આ કાર્ય કરવા તરફ વધી છે. આ સમક્ષ પણ પગલાં લેવામાં આવશે. શિક્ષણ વિભાગે આ સમગ્ર પ્રકરણની તપાસ યોગ્ય અિધકારીની મદદથી શરૂ કરાવી છે.