નેપાળમાં ગત વર્ષે થયેલા ‘જેન-ઝેડ’ (Gen-Z) આંદોલને ત્યાંની રાજનીતિનું ચિત્ર સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. યુવા પેઢીની આકાંક્ષાઓને અવગણવી પૂર્વ વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીને ભારે પડી હતી. આજે એક વર્ષ બાદ નેપાળમાં એક નવા રાજકીય યુગનો ઉદય થયો છે તેમ કહી શકાય. ચુંટાઈને વડા પ્રધાન બનેલા બાલેન શાહ, જેમની ઉંમર માત્ર ૩૪ વર્ષ છે, તેઓ યુવા રાજનીતિનો મોટો ચહેરો બનીને ઉભર્યા છે, તેમને આવતાંની સાથે શિક્ષણ ક્ષેત્રમાં લઈને નવા નિર્ણયો લઈ રહ્યા છે.
વાત માત્ર નેપાળની નથી, દુનિયાનો કોઈ પણ દેશ હોય ત્યાં યુવા મતોનું પ્રભુત્વ હંમેશા વધારે હોય છે. આજનો યુવા વર્ગ માત્ર સંખ્યામાં જ નહીં, પણ બુદ્ધિચાતુર્ય અને જ્ઞાનમાં પણ ઘણો આગળ છે. જો ભારતીય રાજનીતિની વાત કરીએ તો, ભાજપ અને કોંગ્રેસ જેવા મુખ્ય પક્ષો ઉપરાંત હાલમાં આમ આદમી પાર્ટી સ્થાનિક ચૂંટણીઓમાં યુવાઓને વધુ પ્રતિનિધિત્વ આપી રહી હોય તેવું જણાય છે.
જો કે ભાજપ કોંગ્રેસ આગામી સમયમાં આવનારી સ્થાનિક ચૂંટણીઓમાં કેટલા યુવા ઉમેદવારોને ટીકીટ આપે છે તે જોવું રહ્યું. યુવા નેતાઓ પાસે હંમેશા આધુનિક અને નવીન વિચારો હોય છે. તેનો અર્થ એ નથી કે વરિષ્ઠ નેતાઓ પાસે અનુભવ નથી, તેમનો અનુભવ પણ દેશને વિકાસની ગતિ તરફ આગળ લઈ જાય છે. ભારતના વડા પ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી સાહેબે તેમની દૂરદર્શી વહીવટી કુશળતાને કારણે દેશમાં ભારતનું નામ રોશન થયું છે.યુવાનોએ પણ રાજકારણમાં સક્રિય રસ લેવો જોઈએ. જો રાજકારણના માધ્યમથી સાચી નિષ્ઠા સાથે સેવા કરવામાં આવે, તો દેશનો વિકાસ વધુ ઝડપથી અને સારી રીતે કરી શકાય છે.
પંચમહાલ – વિજયસિંહ સોલંકી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.