વડોદરા, તા. 13
વડોદરા મહાનગરપાલિકા દ્વારા કિશનવાડી ગધેડા માર્કેટ પાસે ડોર ટુ ડોર ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવ્યું છે. જ્યાં રોજે રોજ કચરો ઠાલવવામાં આવે છે. જેના કારણે આ વિસ્તારમાં અસહ્ય ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે. અને લોકો રોગચાળાની દહેશત સેવી રહ્યા છે ત્યારે આ ડમ્પિંગ યાર્ડ દૂર કરવા માટે યુથ કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. શહેરમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવતા વાહનો માટે કિશનવાડી વિસ્તારમાં ગધેડા માર્કેટ જેના કારણે આજુબાજુ વિસ્તારમાં રહેતા લોકોના સ્વાસ્થ્ય બગડી રહ્યાં છે. ગંદકીને કારણે આ વિસ્તારમાં બીમારી ઘર કરી ગઈ હોવાના આક્ષેપો યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે.
ગંદકીના સામ્રાજ્યને લીધે અલગ અલગ રોગો અને બીમારી ફેલાતા અટકાવવા માટે તાત્કાલિક કચરાનો ડમ્પિંગ યાર્ડ બંધ કરવામાં આવે તેવી રજૂઆત સાથે યુથ કોંગ્રેસના કાર્યકરો પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા. અને ડે.મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આ વિસ્તમરણથી ડમ્પિંગ યાર્ડ બંધ કરી અન્યત્ર લઇ જવામાં આવે તેવી પણ માગ કરવામાં આવી હતી.
કિશનવાડી વિસ્તારમાં ડોર ટુ ડોર ડમ્પિંગ યાર્ડ દૂર કરવા યુથ કોંગ્રેસની માગ
By
Posted on