ઘણા મહિનાઓ થયા આ એક સમાચાર દરરોજ સમાચાર પત્રમાં વાંચવા મળે છે. દરરોજ સરેરાશ ચાર યુવાનો સુરતમાં જ હાર્ટએટેક થી અવસાન પામે છે. દિવસે-દિવસે દરરોજ આવો મરણઆંક ચાર-પાંચ થી વધી સાત સુધી પહોંચી ગયો છે. (અકસ્માત થી થતા અપમૃત્યુ અલગ) અને તે પણ તરત જ કોઈપણ પ્રકારની સારવાર લીધા પહેલાજ !! આ એક ચિંતાજનક અને સંશોધનની બાબત છે. સંવેદનશીલ વ્યકિતના દિલમાં પ્રશ્ન થાય કે એમની પત્ની પુત્રોની હાલત કેવી થાય ? મરનારના માતા-પિતા કે જેમણે પોતાના પુત્રને પોતે કરકસર કરો લાખો રૂપિયાનો ખર્ચ કરી ભણાવ્યા એમની આશા અને આં શું નું શું ?! આટલા લાંબા સમય થયા આવું બની રહ્યુ છે છતાં ગુજરાતના ગૃહમંત્રીના ગૃહમાં જ આવું બનતું હોય તો ગૃહના વડીલને કોઈજ ચિંતા નથી ?! એમના દિલને દુ:ખ કેમ થતું નથી. નિષ્ણાંત ડોકટરો, હવામાન તજજ્ઞો, વગેરે સાથે મિટિંગ કરી કંઈક સંશોધન કરવા જેટલી તકલીફ પણ ન લેવાય ?! ત્યાં દિલાસા રૂપ મદદ બાબતનો તો વિચાર જ ક્યાંથી આવે ?! સંવેદના મરી પરવારી છે.
અમરોલી – બળવંત ટેલર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સરહદી દેશોનાં હિજરતીઓને નાગરિકતા
ચૂંટણી ટાણે આવા ઉભરા સાંકેતિક છે. નજીકનાં રાજ્યોના સ્થાનિક ઉમેદવારો પાનકાર્ડ, આધારકાર્ડની રાતોરાત હાટડીઓ ખુલી ગઈ. જો કે સ્થાનિક પ્રજાના આંતરિક વિરોધને ઠુકરાવવામાં આવ્યો. આ રાજરમત અંતે તો ભારત વિરોધીઓના અર્થકારણને ડહોળી નાંખશે. અનિયંત્રિત વસ્તીમાં ખાનારાં વધી પડશે. સ્થાનિકોની રોજગારી ઝુંટવાઈ જશે. પાણી, વીજળીનો વપરાશ વધી જશે અને પાછી સબસીડીની લોલીપોપ ચગળવા આપી દેશે.
અડાજણ – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.