SURAT

વડોદરાની પરિણીતાના પ્રેમમાં પડેલા યુવકની અપહરણ બાદ હત્યા

સુરત: ભરુચના (Bharuch) નાવડાગામના શેરડીના ખેતરમાંથી એક યુવકનો મૃતદેહ (Died Body) મળી આવ્યો હતો. જેની ઓળખ વડોદરાના (Vadodara) મુકેશ તરીકે થઇ હતી. તેમજ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે તેને અપહરણ (Kidnep) કરી મોતને (Death) ઘાટ ઉતારવામાં આવ્યો હતો. તેમજ આ હત્યા કાંડ પાછળ ચોંકાવનારુ કારણ સામે આવ્યું હતું. હત્યારા વિરુદ્ધ અગાઉ બાઇક ચોરી તેમજ ગેંગરેપ જેવા ગુના નોંધાઇ ચુક્યા છે.

ભરૂચના નાવડાગામના ખેતરમાંથી હત્યા કરી ફેંકી દેવાયેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ આ અજાણ્યા યુવકની ઓળખ વડોદરાના માલપુર ગામના રહેવાસી મહેશ વસાવા તરીકે થઇ હતી. ત્યાર બાદ યુવકને ફોરેન્સિક પોસ્ટ પોર્ટમ માટે સુરત સિવિલ લવાયો હતો. પરિણીત પ્રેમિકા સાથે રહેતા 26 વર્ષીય મહેશને પ્રેમિકાના પતિ અને તેના મિત્રોએ જ મારુતિ વાનમાં અપહરણ કર્યો હતો. ત્યાર બાદ તેનું ગળું દબાવી હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું છે.

વડોદરાના સાધલી રોડ ઉપરથી અપહરણ કરાયા બાદ મહેશનો મોબાઇલ ફોન માલસર બ્રીજ ઉપર અને મૃતદેહ નર્મદાના નાવડાગામમાં શેરડીના ખેતરમાં ફેંકી દેવાયો હતો. તેમજ પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ પણ કરાયો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જોકે મહેશ હત્યા કેસમાં ત્રણ પૈકી બે ઝડપાય ગયા છે. તેમજ મુખ્ય સૂત્રધાર ફરાર હોવાની જાણકારી સાંપડી છે.

સમગ્ર મામલે પરિવારે જણાવ્યું હતું કે ઘટના 30 નવેમ્બરની છે. વડોદરાના સીનોર તાલુકાના માલપુર ગામનો રહેવાસી મહેશ ઈશ્વર વસાવા માત્ર 26 વર્ષનો હતો. માતા-પિતા અને ભાઈ-બહેનના મૃત્યુ બાદ મહેશ 7 વર્ષની ઉંમરે જ અનાથ બની ગયો હતો. ફોઈએ હાથ પકડતા એને નવો પરિવાર મળ્યો હતો. તેમજ મહેશ મજૂરી કામ કરી ફોઈને આર્થિક રીતે મદદરૂપ થતો હતો.

ગામમાં જ રહેતી સંગીતા નામની પરિણીત મહિલા સાથે મહેશને પ્રેમ થઇ ગયો હતો. ત્યાર બાદ બન્ને એક બીજા સાથે જ રહેતા હતા. સંગીતાના પતિ ઘનશ્યામને પણ આ બાબતની ખબર હતી. પરંતુ વાતને જાહેર ન કરતા સંગીતાના પતિએ અદાવત રાખી હતી. 30 નવેમ્બરના રોજ મહેશ એની બાઇક ઉપર ભરૂચના પાલેજમાં ડીવી ગામ ખાતે માસીને મળવા ગયો હતો. તેમજ ત્યાંથી મહેશ માલપુર પરત આવી રહ્યો હોવાની અને એકલો હોવાની જાણ ઘનશ્યામને તેના ભાઇ સંદીપે કરી હતી. ત્યાર બાદ લાગ જોતા જ પરિણીતાના પતિએ મહેશનું અપહરણ કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

વધુમાં જણાવ્યું હતું કે ઘટનાના 10 દિવસ બાદ ત્રણ ખૂનીઓ પૈકી એક સંદીપની પોલીસે અટકાયત કરી પૂછપરછ કરતા મહેશની હત્યાનો ભેદ ઉકેલાયો હતો. ત્યારબાદ મૃતદેહ મળી આવતા ઘડિયાળના કારણે મહેશની ઓળખ થઈ હતી. મહેશની હત્યા અને એના કારણ સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. તેમજ ફરાર પરીણીતાનો પતિ ઘનશ્યામની બે-ત્રણ પત્નીઓ હોવાનુ. પણ સામે આવ્યું છે. મહેશ હત્યા કાંડનો મુખ્ય સૂત્રધાર વિરુદ્ધ અગાઉ ગેંગરેપ જેવા ગંભીર ગુના સાથે બાઇક ચોરીના અનેક ગુનાઓ નોંધાય ચુક્યા છે.

Most Popular

To Top