નિઝર: કુકરમુંડા તાલુકાના રીપીટર વિદ્યાર્થીના પિતા (FATHER OF REPEATER STUDENT) કિશોરભાઈ સૂર્યવંશીએ મુખ્યમંત્રીને લેખિત (LETTER TO CM) રજૂઆત કરી જણાવ્યું છે કે, ધોરણ-10ના રીપીટર બાળકના પિતા તરીકે આપને લખી રહ્યો છું. હાલ જ થોડા સમય પહેલા રાજ્યના શિક્ષણમંત્રી દ્વારા ધોરણ-10 રેગ્યુલર વિદ્યાર્થી (REGULAR STUDENT OF SSC)ઓ બદલ માસ પ્રમોશન (MASS PROMOTION)નો નિર્ણય લેવામાં આવ્યો એ અત્યંત સુખદ છે.
હાલમાં ચાલી રહેલી કોવિડ (COVID-19)ની પરિસ્થિતિ અને સરકારની ગાઇડલાઇન (GOVT GUIDELINES) મુજબ આ નિણર્ય એકદમ બરાબર છે. પરંતુ સાહેબ ગુજરાત રાજ્ય શિક્ષણના 2020-21ના આંકડા મુજબ ગુજરાત રાજ્યમાં ધોરણ-10માં રેગ્યુલર વિદ્યાર્થીઓ 5, લાખ જેટલા છે. જ્યારે રીપીટર વિદ્યાર્થીઓની સંખ્યા 7 લાખ કરતાં વધારે છે. આપે રેગ્યુલર વિદ્યાર્થીઓનો માટે વિચાર કર્યો પરંતુ રીપીટર વિદ્યાર્થીઓના સંદર્ભમાં આપની સંવેદનશીલ સરકારે બાળકો અને વાલીઓનાં માથાં ઉપર લટકતી તલવાર મૂકી દીધી છે.
હું એક રીપીટર બાળકનો લાચાર પિતા આપને વિનંતી કરું છું કે, તમે ગુજરાત રાજ્યના ધો.10ના તમામ બાળકો માટે એક સરખું જ વિચારવું જોઇએ. તમે રીપીટર બાળકોના ભવિષ્ય સંદર્ભે કોઇપણ પ્રકારનો વિચાર કર્યા વગર આ નિર્ણય લિધેલ હોવાથી રીપીટર વિદ્યાર્થીઓ સાથે તમે અન્યાય કર્યો છે. મારી જેમ ઘણા બધા રીપીટર વિદ્યાર્થીઓના માતા પિતા ઈચ્છે છે કે, રીપીટર બાળકોનાં સ્વાસ્થ્ય-તંદુરસ્તીને ધ્યાને રાખી એમને પણ માસ પ્રમોશન પદ્ધતિના માધ્યમથી પાસ કરવા, કારણ કે આવો એકતરફી નિણર્યથી બાળકો હતાશ અને નિરાશ થઈ ગયા છે. તથા એમનું મનોબળ પણ ઘટવા માંડ્યું છે. જેથી આ લીધેલો નિર્ણય આપ સાહેબને શોભે એમ નથી, માટે ફરી એકવાર આપને અનુરોધ છે કે, રીપીટ બાળકોનો વિચાર કરી એમને પણ માસ પ્રમોશન આપી પાસ કરવું.
આવો નિણર્ય લઈ સરકારે ઘણા બાળકોને દુઃખી કર્યા છે. જેથી મારી આપને વિનંતી છે કે, જો ધોરણ-12ના પરીક્ષા હેતુ આવો નિણર્ય લેવાશે ત્યારે ધોરણ-10ના રીપીટર વિદ્યાર્થીઓ બદલ પણ વિચારણા કરી આનો લાભ એમને પણ મળે એમ કરી સંવેદનશીલ સરકારની આપની ભૂમિકા સાકાર કરવા અને એમના માટે પણ સકારાત્મક નિર્ણય જાહેર કરવા વિદ્યાર્થીના પિતાએ લેખિતમાં જણાવ્યું છે.