હિન્દી ફિલ્મ અત્યારે તેના સ્ટાર્સ શોધી રહી છે કે જેથી બોક્સઓફિસ પર પ્રેક્ષકો ભીડ કરી શકે. પણ ઘણા પ્રયત્ન છતાં એ શક્ય નથી બની રહ્યું. ફિલ્મોદ્યોગ અત્યારે પોતાને વેરવિખેર અનુભવી રહ્યો છે અને એટલે જ પ્રિયંકા ચોપરાએ કામ કરવા માટે હિન્દી ફિલ્મને હા પાડવી જોઇતી હતી તેના બદલે સાઉથના નિર્માતાને હા પાડી છે. સાઉથના નિર્માતા મોટા બજેટની અને મોટા લેવલની ફિલ્મ બનાવી શકે છે. પ્રિયંકાએ હોલીવુડમાં કામ કર્યું છે એટલે હિન્દી ફિલ્મોનું સ્તર જાણે છે. થોડાક જ દિગ્દર્શક છે કે જે પ્રિયંકાને યોગ્ય ભૂમિકા આપી શકે. પ્રિયંકા હિન્દી ફિલ્મોમાં કામ કરવા ઉત્સુક છે કારણ કે તેણે તેની અગાઉની ફિલ્મોથી જે પ્રેક્ષક ઊભો કર્યો છે તે હિન્દી ફિલ્મોનો જ છે. પ્રિયંકા હવે હોલીવુડમાં કામ કર્યા પછી ઓછી ફીમાં હા પણ ના પાડે અને વધારે ફી આપ્યા પછી જે બજેટ બને તે હિન્દી ફિલ્મવાળા વસુલી પણ ન શકે. અત્યારે હિન્દી ફિલ્મોદ્યોગમાં આત્મવિશ્વાસ ઘટી ગયો છે અને એટલે થિયેટર માટેની ફિલ્મો ઓછી બની રહી છે. પ્રિયંકા કામ કરવાની હોય તો ઓટીટી પ્લટફોર્મ માટે ન હોય. પ્રિયંકાએ સાઉથની ફિલ્મમાં કામ કરવા હા પાડી તેને હિન્દી ફિલ્મોદ્યોગનાં લોકોએ એક તીખી ટિપ્પણી તરીકે જોવું જોઇએ. પ્રિયંકાને લઇને કોઇ નિર્માતા મોટી ફિલ્મ બનાવી શક્યા હોત પણ તકલીફ એ છે કે સાઉથની ફિલ્મવાળાઓએ ભારત જ નહીં વિશ્વના પણ અનેક દેશોમાં ડિસ્ટ્રીબ્યુશનનું સેટઅપ ગોઠવ્યું છે અને પરિણામે તેમની ફિલ્મો કરોડોના બજેટે બને છે અને કમાણી પણ મેળવી શકે છે. હિન્દી ફિલ્મના કોઇ સ્ટાર્સે પૅન ઇન્ડિયા સ્ટાર બનવાની ઇચ્છા પ્રગટ નથી કરી કારણ કે તેમને પૅન ઇન્ડિયા સ્ટાર બનાવે તેવા નિર્માતા દિગ્દર્શક અને સેટઅપ નથી. પ્રિયંકાની દૃષ્ટિ બહુ શાર્પ છે ને તે આ બધું જોઇ શકે છે. પૂરા છ વર્ષના વિરામ પછી તે એસ.એસ.રાજામૌલી અને મહેશ બાબુની ફિલ્મમાં આવી રહી છે. ફિલ્મનું શૂટિંગ એપ્રિલ-2025થી શરૂ થવાનું છે. એસ.એસ.રાજામૌલી બહુ પર્ફેક્શન સાથે કામ કરવામાં માને છે. હજુ ફિલ્મનું શીર્ષક નક્કી નથી પણ પ્રિયંકાનું કામ કરવું નક્કી છે. અત્યારે ફિલ્મનું લેખન તેના અંતિમ તબક્કામાં છે. આ ફિલ્મનું શૂટિંગ 2026ના અંત સુધી ચાલશે અને 2027માં રજૂ થશે. આ ફિલ્મ માટે તેના નિર્માતાઓ ડીઝની અને સોની જેવી આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પ્રાપ્ત કંપની સાથે વાટાઘાટ કરી ચૂક્યા છે એટલે ફિલ્મનું લેવલ વૈશ્વિક સ્તરનું રહેશે. પ્રિયંકા માટે આ ફિલ્મ નવા વર્ષની મોટી ભેટ ગણાશે. પ્રિયંકાની છેલ્લી હિન્દી ફિલ્મ કઇ હતી તે પ્રેક્ષકોને યાદ નહીં હશે પણ ‘બાજીરાવ મસ્તાની’ બધા યાદ રાખી શકે. ત્યાર પછીની ‘જય ગંગાજલ’ને લોકોએ ખાસ પસંદ નહોતી કરી. •
વિદેશી ગર્લસાઉથની ઓર
By
Posted on