નિષ્ફળતામાંથી પણ સફળતાનાં પગથિયાં બનાવી શકાય છે. જાણીતા નિર્માતા વિધુ વિનોદ ચોપરાએ 12મું ફેઇલ ફિલ્મ બનાવી કરોડો યુવા ભાઈ-બહેનોને ઉચ્ચ પ્રેરણા પૂરી પાડી છે. યુવાઓની મહત્ત્વાકાંક્ષા હોય છે કે યુ.પી.એસ.સી. પાસ કરી આઇ.એ.એસ., આઇ.પી.એસ. જેવી ઉચ્ચ પરીક્ષા પાસ કરી ઉચ્ચ કારકિર્દી બનાવી જીવનને સફળ બનાવી શકાય છે. મનોજકુમાર શર્મા ચંબલના છે. તેઓ શહેરમાં આવીને જાજરૂ સાફ કરે છે. તેઓ પુસ્તકાલયનાં પુસ્તકો પરથી ધૂળ સાફ કરી વાંચે છે. દિલ્હીના મુખર્જી નગરમાં ચાની દુકાન ચલાવીને યુ.પી.એસ.સી. પાસ કરવી છે.
મનોજકુમાર અને શ્રદ્ધા જોશીની પ્રણય કથાવાળી આ ફિલ્મમાં હિરોઇન એક પત્રમાં લખે છે. ‘તુમ મેરે સાથ હો તો મૈં દુનિયા જીત લુંગા’ મનોજ શર્મા પહેલા જ શ્રદ્ધા જોષી ડેપ્યુટી કલેકટર બની જાય છે. બાદમાં મનોજ શર્મા IPS થાય છે. ચંબલનાં દૃશ્યો, દિલ્હીમાં તૈયારી કરતા વિદ્યાર્થી વચ્ચેનાં દૃશ્યો, બેક ગ્રાઉન્ડમાં રીક્ષાનો અવાજ, કૂતરાં ભસવાનો અવાજ, ગ્લાસ મૂકવાનો અવાજનો બખૂબી ઉપયોગ થયો છે.
માનવી માત્રની સારપ અને આશાવાદી મનોવલણનો સુભગ સમન્વય બતાવાયો છે. આ ફિલ્મ સત્યઘટના પર આધારિત છે. મુંબઇના એડીશનલ પોલીસ કમિશનર મનોજકુમાર શર્મા મુંબઇ (2005) કેડર બેચના અધિકારી છે. ભણતી વખતે તે ધો. 9, 10, 11માં ત્રીજા વર્ગમાં પાસ વર્ગમાં પાસ થાય છે. ધો. 11 તો નકલ કરીને પાસ કર્યું છે. ધોરણ 12માં નાપાસ થયા કારણ કે ચોરી થઈ શકી નથી. પરીક્ષાઓમાં નિષ્ફળ જાવ તો નિરાશ હતાશ ન થતાં આત્મવિશ્વાસ રાખી પ્રચંડ પુરુષાર્થ કરજો. સફળતા તમારા કદમોમાં હશે. એક રસ્તો બંધ થાય છે તો બીજો ખુલતો જ હોય છે. ક્યારેય હાર નહિ માનવાની માનસિકતા ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપ ટ્રોફી સુધી દોરી જાય છે. (અલબત્ત ભારતનું પ્રદર્શન સારું હતું જ) કટોકટી પડકાર અને નિષ્ફળતાને સોનેરી તક તરીકે જોઇએ. નવું વિચારીએ પરિસ્થિતિનો સ્વીકાર કરીએ.
સુરત – ભગુભાઈ પ્રે. સોલંકી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે