Vadodara

તારે અહિયા ગાડી ઉભી રાખવી નહીં તેમ કહી લાકડીઓ સાથે તૂટી પડ્યાં

વડોદરા: અમિતનગર સર્કલ પાસે ઉભેલા અમદાવાદના કારના ચાલકને માથાભારે ભરવાડોએ લાકડીઓથી માર માર્યો હતો. ગાડીઓમાં બાઇક પર લાકડીઓ સાથે ધસી આવેલા ભરવાડ લોકોના કારણે એક તબક્કે વાતાવરણ તંગ બન્યું હતું. યુવકે બુમરાણ મચાવતા લોકો ભેગા થઇ જતા હુમલાખોર ભરવાડો ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા. યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ઈજાગ્રસ્તે હુમલાખોર ભરવાડો સામે હરણી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ રાયોટિંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ મણીનગરના જવાહર ચોકમાં રહેતા ધવલ કૌશિકભાઇ હાડા (ઉં.વ.34) ડ્રાઇવિંગને વ્યવસાય કરે છે. તા.6 ઓક્ટોબરના રોજ યુવક પોતાના ઈકો કાર લઇને પેસેન્જર ભરવા માટે અમિતગર સર્કલ પાસે ઉભો હતો. તે દરમિયાન બપોરના સમયે સુમારે છોટુ (ભરત) ભરવાડ તેની કારમાં લાકડીઓને લઇને આવ્યા હતા અને તેઓેએ ધવલ હાડાને અહિયા તારે ગાડી ભરવાની નથી તેમ કહીને ગમેતેમ ગાળો બોલવા લાગ્યા હતા. જેથી યુવકે ગાળો નહીં બોલતા જણાવતા તેણે લાકડીથી તેના પર હુમલો કર્યો હતો.

ત્યાંથી નહીં અટકેલા અ્ન્ય દિપક ભરવાડ તથા ભરત (લમ્બુ) ભરવાડ સહિત પાછળથી અન્ય ચાર બાઇક પર ડબલ સવારી ભરવાડો લાકડીઓ સાથે ધસી આવ્યા હતા. તમામે ભેગા મળીને યુવકને ગડદાપાટુનો માર માર્યો હતો. જોકે રસ્તા પર આ રીતને ભરવાડો માર મારતા હોવાથી યુવકે બુમરાણ મચાવતા આસપાસથી લોકો ભેગા થઇ ગયા હતા. જેના કારણે હુમલાખોર પોતાના ગાડીઓને લઇને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. ભરવાડોના હુમલાનો ભોગ બનનાર યુવક ઈજાઓ થઇ હોવાથી તેના મિત્રો દ્વારા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.માર મારનાર તમામ ભરવાડો સામે યુવકે હરણી પોલીસ મથકે ફરિયાદ નોંધવાતા પોલીસે રાયોટિંગનો ભરવાડોની શોધખોળના ચક્રોગતિમા કર્યા છે.

Most Popular

To Top