એક વખત એક માણસના ખિસ્સામાં બે હજાર રૂપિયાની નોટ અને એક રૂપિયાના સિક્કાની મુલાકાત થઇ.રૂપિયાનો સિક્કો પહેલી વાર બે હજારની મોટી નોટ જોતો હતો. તે અહોભાવથી તેની સામે જોતો રહ્યો. બે હજારની નોટ પોતાના મૂલ્યના અભિમાનમાં હતી અને કોઈ જોડે વાત પણ કરતી ન હતી. રૂપિયાના સિક્કાને તેણે તુચ્છકારથી કહ્યું, “મારી સામે શું જુએ છે,ચલ દૂર હટ અહીંથી.મારું મૂલ્ય તારા કરતાં હજાર ગણું છે.મારે તારા જેવા ૧ રૂપિયા સાથે વાત નથી કરવી.”એક રૂપિયાએ બે હજારની નોટને નમ્રતાથી કહ્યું, “તમારું મૂલ્ય આટલું મોટું છે.
તમારી માંગ વધારે હશે, તમે કેટલું ફર્યા હશો અને કેટલા બધાને ઉપયોગી થયા હશો નહિ?” રૂપિયાના સિકકાનો સવાલ સાંભળી બે હજારની નોટ અંદરથી ધ્રૂજી ઊઠી કારણ તે અત્યાર સુધી માંડ બે કે ત્રણ જણને જ ઉપયોગમાં આવી હતી.પહેલાં એક ધનવાન ઉદ્યોગપતિની તિજોરીમાં બંધ હતી. ઘણો વખત ત્યાં બંધ રહી અને પછી ઉદ્યોગપતિએ લાંચ તરીકે ટેક્સ અધિકારીને આપી અને પછી ટેક્સ અધિકારીએ તેને લોકરમાં કેદ કરી દીધી.પછી અધિકારીએ ફ્લેટ ખરીદ્યો ત્યારે તે બે હજારની નોટ બિલ્ડર પાસે પહોંચી અને બિલ્ડરે પોતાનાં માણસોને પગાર ચૂકવ્યો તેમાં આ નોટ બહાર આવી અને આ માણસના ખિસ્સામાં પહોંચી હતી.
બે હજારની નોટ મનમાં સમજી ગઈ કે મારી પાસે આ એક રૂપિયાના સિક્કાને કહેવા જેવી કોઈ વાત જ નથી કારણ હું બહુ કોઈને ઉપયોગમાં આવી જ નથી.બે હજારની નોટે પોતાની તુમાખી ન છોડી અને પોતાના તોરમાં બોલી, “મારી વાત છોડ ને પહેલાં તું કહે, તું માત્ર એક રૂપિયો…કેટલાને કામમાં આવ્યો છે?” રૂપિયાએ તો કહ્યું, “હું તો રોજ ફરતો રહું છું. એક ખિસ્સાથી બીજા ખિસ્સામાં.ક્યારેક નાના બાળકને ચોકલેટ અપાવી.ક્યારેક ભિખારીને બે બિસ્કીટ.તો ક્યારેક મંદિરમાં પ્રભુ પાસે.
આરતીની થાળીઓમાં, ક્યારેક નદીઓમાં, ક્યારેક અલ્લાહની ચાદરમાં હું ખૂબ ખુશ છું. રોજ ફરતો રહું છું. હું ખુશ રહું છું અને જેને મળું છું જેની પાસે જાઉં છું તેને પણ મજા કરાવું છું; ઉપયોગી થાઉં છું.”ખિસ્સામાં રહેલા બધા પૈસા જુદી જુદી રૂપિયાની નોટો અને પરચુરણ તાળી પાડી ઊઠ્યાં. આપણે કેટલાં મોટાં છીએ તે મહત્ત્વનું નથી. તમે અન્યને કેટલા ઉપયોગમાં આવ્યાં તે મહત્ત્વનું છે.મોટા ઉપયોગમાં ન આવે તો નાના જ છે અને નાના અન્યને ઉપયોગમાં આવે તો નાના નહિ મોટા છે.ઉપયોગી બનો. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.