સુરત: યુપી(UP) સહિત 5 રાજ્યો(States)ની ચુંટણી(Election)માં કેસરિયો છવાઈ ગયો છે. યુપીમાં સતત બીજી વખત યોગી આદિત્યનાથે(Yogi Adityanath) મોટી જીત મેળવી છે. ઉત્તરપ્રદેશમાં તો ભાજપના કાર્યકરો દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવી જ રહ્યો છે પરંતુ યુપીથી હજારો કિલોમીટર દૂર સુરતમાં પણ બાબા યોગી આદિત્યનાથની જીતની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. નવાઈની વાત એ છે કે યુપીના યોગીની જીત માટે રાજસ્થાની સમાજે એક ગીત બનાવ્યું છે, જે હોળી પહેલાં સુરત શહેરમાં રાજસ્થાનીઓ દ્વારા થતી ફાગોત્સવની ઉજવણીમાં જોરશોરથી વગાડવામાં આવી રહ્યું છે. અલગ અંદાજમાં રાજસ્થાની યુવકો ‘આદિત્યનાથ આયો રે..’ ગીતની ધૂન પર ફાગ નૃત્ય કરી રહ્યાં હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
- સુરતમાં રાજસ્થાની સમાજ દ્વારા ફાગોત્સવની ઉજવણી શરૂ
- ફાગોત્સવમાં રાજસ્થાનીઓએ યુપીના સીએમ યોગી આદિત્યનાથ માટે ગીત બનાવ્યું
- રાજસ્થાની યુવકો યોગીના ગીત પર ફાગ નૃત્ય કરતા દેખાયા
સુરતમાં દર વર્ષે હોળીના 10 દિવસ પહેલા રાજસ્થાની સમાજ દ્વારા હોળી સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવતુ હોય છે. જેમાંરાજસ્થાનીથી સુરતમાં આવીને વસેલા નાના-મોટા સૌ કોઈ ઉત્સાહભેર ભાગ લે છે. દસ દિવસ ચાલતી આ ઉજવણીમાં કાપડના વેપારી, મોટા ઉદ્યોગકારો, કામદારો બધા જ જોડાય છે. રાજસ્થાની લોકગીત અને હોળીના રંગો સાથે પારંપારિક રીતે ઉજવણી કરે છે. કોરોના મહામારીના લીધે બે વર્ષથી આ ઉજવણી બંધ હતી, પરંતુ આ વખતે તમામ નિયંત્રણો દૂર કરી દેવાયા હોય આ વર્ષે રાજસ્થાની સમાજ ધામધૂમથી ફાગોત્સવ મનાવી રહ્યો છે. આ ઉજવણીમાં યુપીમાં યોગીની જીત પર વિશેષ ગીત બનાવવામાં આવ્યું છે.
યોગી આદિત્યનાથ પર બનેલું ગીત ‘આદિત્યનાથ આયો રે ગીત…’ એ બધે જ ધૂમ મચાવી રહ્યું છે. યોગી…યુપી ચુનાવ આયા, છા ગયા યોગી રે…..બુવા ભતીજા ચુ-ચુ કરતા રહ ગયા રે… યોગી આયો રે..જેવા ગીતોની સુરતમાં ધૂમ મચી રહી છે. આ ગીત સુરતના હોળી તેરા દિવાના ગૃપ દ્વારા તૈયાર કરવામાં આવ્યુ છે. હોળીના સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપની જીતના સંદર્ભમાં તૈયાર કરાયેલ આ ગીત સુરતમાં જ નહી પરંતુ બધે જ લોકપ્રિય થઇ રહ્યુ છે.
કોરોનાકાળ પછી લોકોમાં હોળીનો ઉત્સાહ
તમને જણાવી દઈએ કે, કોરોના મહામારીને કારણે ભારતમાં ઉત્સવોની ઉજવણી પર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. સુરતમાં યુપી, બિહાર અને રાજસ્થાન જેવા રાજ્યોથી લાખો લોકો ધંધા-રોજગારને લાભાર્થે આવે છે. કોરોનાકાળને કારણે છેલ્લા 2 વર્ષથી સુરતીઓ હોળીની ઉજવણી કરી શક્યા ન હતા. જો કો આ વર્ષે લોકોને તેમાંથી રાહત મળી છે. જેથી સુરતમાં તો હોળીના ઉત્સવનો ઉત્સાહ અત્યારથી જ દેખાઇ રહ્યુ છે.
ભાજપના વિજયની ગૂંજ સુરતમાં સંભળાઈ
દરેક લોકો હોળી જ નહી પરંતુ પોતપોતાના ઉત્સવો વગેરે ખૂબ ઉત્સાહથી ઉજવે છે. આવો જ એક કાર્યક્રમ સુરતમાં હોળી પહેલા દર વર્ષે યોજાય છે. આ પર્વમાં ઉત્તરપ્રદેશમાં થયેલ ભાજપના શાનદાર વિજયની ગૂંજ સુરતમાં દેખાઈ હતી. આ વર્ષે તો હોળી પહેલા યુપીમાં થયેલી ચુંટણીના પરિણામો જાહેર થયા છે. જેથી લોકોએ હોળી પહેલા જ ઉજવણી કરવાનું શરુ કરી દીધું છે.