મુંબઇ (Mumbai): ગુરુવારે એન્ટિલિયાની (Antilia) બહાર એક શંકાસ્પદ કારમાંથી વિસ્ફોટકો (explosive gelatine sticks) મળી આવ્યા હતા. આ વિસ્ફટકો મૂકનારાઓનું લક્ષ્ય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના (Reliance Industries) અધ્યક્ષ મુકેશ અંબાણી (Mukesh Ambani) હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ કાવતરુ ઘડનારાઓ છેલ્લા એક મહિનાથી એન્ટિલિયા પર નજર રાખતા હતા. એટલું જ નહીં, આ લોકોએ મુકેશ અંબાણીના કાફલાનો અનેક વખત પીછો પણ કર્યો હતો. સીસીટીવી ફૂટેજમાં કારમાં બેઠેલી વ્યક્તિ પણ જોઇ શકાય છે.
એન્ટિલિયાની બહારથી મળી આવેલી શંકાસ્પદ કારમાંથી કે જેમાં વિસ્ફોટક હતા તેમાંથી જ એક પત્ર પણ મળી આવ્યો છે. આ પત્ર હાથથી લખાયો નથી. આ પત્ર જે બેગમાંથી મળ્યો તેના પર લખેલુ હતુ ‘મુંબઈ ઈન્ડિયન’ (Mumbai Indians) . પત્રમાં લખ્યું છે કે– ‘મુકેશ ભૈયા અને નીતા ભાભી આ ફક્ત ટ્રેલર હતું, સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. પરિવારને ઉડાવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાવચેત રહો શુભ રાત્રિ.’. જો કે પોલીસે હજુ સુધી આ પત્ર અંગે સત્તાવાર રીતે કોઈ વિગત જાહેર કરી નથી.
પોલીસ તપાસમાં 20 નંબર પ્લેટો પ્રાપ્ત થઈ છે. અને સૌથી ચોંકવનારી વાત એ છે કે ઘણા નંબર રિલાયન્સ સ્ટાફની ગાડીઓ સાથે મેળ ખાય છે. પોલીસે આ મામલાની તપાસ માટે 10 ટીમો બનાવી છે. ATS (Anti-Terrorism Squad) અને મુંબઇ ક્રાઇમ બ્રાંચની (Mumbai Crime Branch) આ ટીમોને અલગ અલગ કામગીરી સોંપવામાં આવી છે. તપાસ દરમિયાન કારમાંથી 20 નંબર પ્લેટો મળી આવી હતી. પોલીસના કહેવા પ્રમાણે નંબર પ્લેટનો અંદાજ લગાવી શકાય છે કે મુકેશ અંબાણીના કાફલાનો પીછો કરવામાં આવ્યો હોત, નહીં તો મુકેશ અંબાણીની કારો સાથે આ નંબર પ્લેટ મેળ ખાવી સહેલી નથી.
ગુરુવારે એન્ટિલિયાથી 200 મીટર દૂર પાર્ક કરેલી શંકાસ્પદ કારમાંથી જિલેટીનના 20 લાકડી જેવા પેકેટ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન કાર નંબર પણ નકલી હોવાનું જણાયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, એસયુવી બુધવારે રાત્રે લગભગ 1 વાગ્યે એન્ટિલિયામાં પાર્ક કરી હતી. અહીં એક ઇનોવા સહિત 2 ગાડીઓ જોવા મળી હતી. આ વાહનના ચાલકે એસયુવી અહીં પાર્ક કરી હતી. પોલીસ હવે તે ઇનોવા અને તેના ડ્રાઇવરને શોધી રહી છે. સ્વાભાવિક રીતે હાલમાં આ ઘટના બાદ મુંબઈ પોલીસે મુકેશ અંબાણીના ઘરની આજુબાજુ સુરક્ષા કડક કરી દેવાઇ છે. મુકેશ અંબાણી પાસે પહેલાથી જ ઝેડ + સિક્યુરિટી છે. તેમની સુરક્ષાની જવાબદારી CPRFને સોંપવામાં આવી છે. આ સિવાય મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીને વાય કેટેગરીની (Y Category Security) સુરક્ષા મળી છે.