હાલોલ: યાત્રાધામ પાવાગઢ ડુંગરપર આવેલ રોપ વે ની ટિકિટનાં દરોમાં મંગળવારના રોજ થી તોતિંગ વધારો કરાતા પાવાગઢ માતાજીના દર્શનાર્થે આવતા ભક્તોની યાત્રા મોંઘી થશે. પાવાગઢ ખાતે ભક્તોને સુવિધા અર્થે વર્ષો અગાઉ શરૂ થયેલ રોપ વે થી વૃદ્ધ તેમજ અશક્ત લોકોની યાત્રા થોડા ઘણા અંશે સરળ થઇ છે.
જ્યારે મંગળવાર ના રોજથી રોપ વે ની ટિકિટના દરમાં ૨૯ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અગાઉ રોપવે નો ટીકીટ દર ૧૪૦.૬૦ રૂપિયા હતો જેમાં વધારો કરી ૧૭૦ રૂપિયા કરી દેવામાં આવ્યો છે રોપ વે ના ટિકિટના દરમાં તોતિંગ વધારો કરતાં યાત્રાળુઓની યાત્રા મોંઘી થશે તે સ્પષ્ટ પણે જણાઇ આવે છે.દેશમાં તેમજ રાજ્યમાં ચારેકોર મોંઘવારી માઝા મૂકી છે એક તરફ પેટ્રોલ તેમજ ડીઝલના ભાવોમાં અસહ્ય વધારો નોંધાયો છે ત્યારે શક્તિપીઠ પાવાગઢ ખાતે માતાજીના દર્શનાર્થે આવતા માઈભક્તોને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી ગયો છે. એમાં પણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરના ટોલનાકા પર ટોલ ટેક્સ આ ઉપરાંત પેટ્રોલીયમ પેદાશોના ભાવ વધતાં પાવાગઢ ડુંગર પર વેચાતી ખાણીપીણીની ચીજ વસ્તુઓ ભાવમાં પણ વધારો થય તે સ્વભાવિક છે જ્યારે પડતા માં પાટુ સમાન ખાનગી કંપની ના રોપ વે ના ટિકિટ દોરમાં વધારો થતા યાત્રાળુઓની યાત્રા વધુ મોંઘી થઇ.