સુરત: જો મહેનત એક આદત બની જાય, તો સફળતા એક મુકદ્દર બની જાય છે.’ આ વાકયને વશિષ્ઠ વિધાલયની (Vashishth Vidhyalay) યશ્વવી ચૌધરીએ (Yashvi Chaudhary) યથાર્થ ઠરાવી અદભૂત સફળતા મેળવી છે. પોતાની અથાગ મહેનત વડે, પોતાના ઉજ્જવળ ભવિષ્યનાં દ્વાર ઉઘાડનાર શ્રી વસિષ્ઠ વિદ્યાલય, વાવની તેજસ્વી વિદ્યારત્ન યશ્વી સફળતાનો પર્યાય બની ગઇ છે.
- યશ્વીએ કેટેગરીમાં ST0001 મેરીટ ક્રમ પ્રાપ્ત કર્યો
- NEETનાં સ્કોરમાં 700માંથી 599 પ્રાપ્ત કરી 98.54% મેળવ્યા
- યશ્વનું જનરલ મેરીટ 01168 છે તેમજ AIR 29461 છે
- નીટ યુજીમાં સમસ્ત રાજયભરમાં પહેલા ક્રમે આવી વશિષ્ઠ વિધાલયનું ગૌરવ વધાર્યું
તાજેતરમાં યોજાયેલી“ADMISSION NEET UG – 2023 BASED ST MERIT LIST’ માં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે ચૌધરી યશ્વીકુમારી રસિકભાઈએ મેરીટ ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ ભવ્ય સિદ્ધિ વડે આ વિદ્યાર્થિનીએ સમગ્ર સુરત શહેર અને જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.
યશ્વીએ કેટેગરીમાં ST0001 મેરીટ ક્રમ પ્રાપ્ત કર્યો છે. તેઓએ NEETનાં સ્કોરમાં 700માંથી 599 પ્રાપ્ત કર્યા હતાં. તેમજ NEET માં 98.54% મેળવ્યા હતાં. તેમનું જનરલ મેરીટ 01168 છે તેમજ AIR 29461 છે. શાળા દ્વારા આપવામાં આવતું સચોટ માર્ગદર્શન, હૂંફ, ઉત્તમ શિક્ષણ, આયોજનબદ્ધ તૈયારી, અર્થપૂર્ણ પુનરાવર્તન અને ઉત્તમોત્તમ પરીક્ષાઓના આયોજન થકી દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓ પોતાનાં ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર કરવા માટે મેડિકલમાં અભ્યાસ કરવાનું પોતાનું સપનું સાકાર કરશે.
સામાન્ય પરીવારમાંથી આવતી આ વિદ્યાર્થિનીએ પોતાની અથાગ મહેનત વડે સફળતા પ્રાપ્ત કરી છે. તે બાબત ખૂબ જ સરાહનીય છે. વિદ્યાર્થીઓની આયોજનસભર તૈયારી, શિક્ષકોનું ઉમદા માર્ગદર્શન અને શાળા મેનેજમેન્ટ દ્વારા પૂરો પડાયેલો ઉત્તમ માહોલ દર વર્ષે શાળાને શ્રેષ્ઠ સફળતા અપાવે છે.
આ ઉત્તમ સિદ્ધિ હાંસિલ કરવા બદલ શાળાના ચેરમેન રમણીકભાઈ ડાવરીયા, ડાયરેક્ટર વિજયભાઇ ડાવરીયા, રવિભાઈ ડાવરીયા, એજયુકેશનલ એડવાઇઝર ડૉ. પરેશભાઇ સવાણી તેમજ શાળાના આચાર્ય મેહુલભાઇ વાડદોરિયાએ યશ્વીને, તેમનાં માતા- પિતા અને પરિવારજનોને તેમજ સમગ્ર ટીમનો આભાર પ્રગટ કરીને અભિનંદન પાઠવ્યા હતા.