Entertainment

યામી ગૌતમે દિકરાને જન્મ આપ્યો, યામી અને આદિત્યએ પુત્રને આ ખાસ નામ આપ્યું

યામી ગૌતમ (Yami Gautam) અને આદિત્ય ધરે તેમના પ્રથમ બાળકનું (Child) સ્વાગત કર્યું છે. અભિનેત્રીએ ફિલ્મ આર્ટિકલ 370 દરમિયાન પોતાની પ્રેગ્નન્સીના સારા સમાચાર શેર કર્યા હતા. હવે યામી ગૌતમ અને આદિત્ય ધર માતા-પિતા બની ગયા છે. કપલે આ ખુશખબર સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરી છે. આ સાથે તેમણે પોતાના બાળકનું નામ પણ જાહેર કર્યું છે. કપલે પોતાના બાળકને ખૂબજ યુનિક નામ આપ્યું છે.

યામી ગૌતમ થોડા દિવસ પહેલા ફિલ્મ આર્ટિકલ 370માં જોવા મળી હતી. અભિનેત્રીએ ફિલ્મના પ્રમોશન દરમિયાન પોતાની પ્રેગ્નેન્સીને લઈને ઘણું ધ્યાન ખેંચ્યું હતું. હવે યામી ગૌતમે નાના મહેમાનનું તેના ઘરે સ્વાગત કર્યું છે. અભિનેત્રીએ આ સારા સમાચાર ચાહકો સાથે શેર કર્યા છે. આ કપલનું પહેલું બાળક છે. આવી સ્થિતિમાં બંને ખૂબ જ ખુશ અને લાગણીશીલ છે. અભિનેત્રીએ જણાવ્યું કે હવે અમે માતા-પિતા બનવાની આ સુંદર સફર શરૂ કરી છે અને અમે અમારા પુત્રના ઉજ્જવળ ભવિષ્યની રાહ જોઈ રહ્યા છીએ. અમને આશા છે કે અમારો પુત્ર અમારા સમગ્ર પરિવાર તેમજ અમારા પ્રિય દેશ માટે પણ ગૌરવનું પ્રતીક બનશે.

યામી ગૌતમે સોશિયલ મીડિયા પર એક સુંદર તસવીર શેર કરીને માતા બનવાના ખુશખબર આપ્યા છે. અભિનેત્રીએ જણાવ્યું કે તે એક પુત્રની માતા બની છે જેને તેણે અક્ષય તૃતીયાના શુભ દિવસે એટલે કે 10 મેના રોજ જન્મ આપ્યો હતો. આ સાથે યામી ગૌતમે પોતાના પુત્રનું નામ પણ જાહેર કર્યું છે.

યામી ગૌતમ અને આદિત્ય ધરે તેમના પુત્રનું નામ ‘વેદાવિદ’ રાખ્યું છે. પ્રેગ્નેન્સી પોસ્ટ શેર કરતી વખતે કપલે કેપ્શનમાં કહ્યું કે અમે સૂર્યા હોસ્પિટલના અદ્ભુત ડૉક્ટરો અને સ્ટાફનો હૃદયપૂર્વક આભારી છીએ. ખાસ કરીને અમે ડો. ભૂપેન્દ્ર અવસ્થી અને ડો. રંજના ધાનુનો ​​હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ જેમના કારણે આ એક ખાસ દિવસ અમારા જીવનમાં આવ્યો છે.

Most Popular

To Top