Charotar

X (ટ્વીટર) પર તાઈવાનનો વીડિયો મૂકી ગુજરાતને બદનામ કરનારા નડિયાદના વેપારીની ધકપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાંચની કાર્યવાહી

(પ્રતિનિધિ) નડિયાદ, તા.6
અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે નડિયાદથી એક વેપારીને ઝડપી લેતા ચકચાર મચી છે. વેપારી દ્વારા સોશિયલ મીડિયાના X (ટ્વીટર) પર એક પોસ્ટ મુકવામાં આવી હતી અને આ પોસ્ટમાં મૂકેલો વીડિયો તાઈવાનનો હોય અને તેમાં વેપારી દ્વારા ગુજરાત રાજ્યને બદનામ કરતુ લખાણ લખવામાં આવ્યુ હોવાની પુષ્ટિ થતા અંતે ક્રાઈમ બ્રાંચ અમદાવાદની ટીમ દ્વારે આ વેપારીની અટકાયત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
થોડા સમય પહેલાં એક્સ ઉપર એવી પોસ્ટ થઈ હતી કે જેમાં કેટલાંક વાહનો ખાડામાં પડે છે અને તેના કારણે વાહનો ફંગોળાઈ જાય છે. આ સમગ્ર વીડિયોની સાથે ગુજરાતનું નામ જોડવામાં આવ્યું હતું. તપાસમાં આ વીડિયો ફેક હોવાનું અને સામેની દુકાન પણ ભારતની ન હોવાનું બહાર આવ્યું હતું. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા જાણવા મળ્યું કે, આ વીડિયો નડિયાદમાં રહેતા પ્રહ્લાદ દલવાડી નામના વ્યક્તિએ પોસ્ટ કર્યો હતો. આ વીડિયો મૂળ તાઈવાન હતો. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હાલ પ્રહ્લાદ દલવાડીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચને આ પ્રહ્લાદ દલવાડી નડિયાદમાં રહેતો હોવાની માહિતી મળી હતી. પ્રહ્લાદ દલવાડી એક્સ ઉપર આવી રીતે ઘણી વખત પોસ્ટ કરતો હોય છે. પરંતુ આ વખતે તેણે કરેલી પોસ્ટ બીજા દેશની હતી અને તેને ગુજરાત સાથે જોડવામાં આવતા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી. આ સંદર્ભે તેની ધરપકડ કરવામાં આવી છે. પ્રશાંત પોતે વેપારી છે અને તે ખૂબ જ સારો અંગ્રેજી ભાષાનો જાણકાર હોવાનું પણ જાણવા મળ્યું છે. તે ખાસ સમય દરમિયાન એક્સ ઉપર પોસ્ટ કરતો હોય, પરંતુ આ વખતે તેને કરેલી પોસ્ટ ખોટી હોવાથી હાલ એ દિશામાં તપાસ કરવામાં આવી છે.

Most Popular

To Top