દુબઇ : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (ICC)ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની પહેલી એડિશન ભારત (India) અને ન્યુઝીલેન્ડ વચ્ચે સાઉધેમ્પ્ટનના હેમ્પશર બાઉલમાં રમાયેલી ફાઇનલ સાથે પુરી થઇ છે અને હવે ડબલ્યુટીસીની બીજી એડિશન (Second addition) પણ શરૂ થવાની તૈયારીમાં છે. આઇસીસીની ફ્યુચર ટ્રાવેલ પ્લાનને ધ્યાને લેતા ડબલ્યુટીસીની બીજી એડિશન દરમિયાન ભારતીય ટીમે ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને બાંગ્લાદેશ એમ છ દેશ મળીને કુલ 19 ટેસ્ટ રમવાની છે.
ભારતીય ટીમ માટે ડબલ્યુટીસીની બીજી એડિશનની શરૂઆત ઇંગ્લેન્ડ સામે 4 ઓગસ્ટથી શરૂ થનારી પાંચ ટેસ્ટની સીરિઝથી થશે. આ સિવાય ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાની ટીમ ભારત પ્રવાસે આવશે, જ્યારે ભારતીય ટીમ ઇંગ્લેન્ડ ઉપરાંત દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશના પ્રવાસે જશે. આમ ભારતીય ટીમ ઘરઆંગણે ત્રણ સીરિઝ અને વિદેશમાં ત્રણ સીરિઝ રમશે. ઇંગ્લેન્ડ પ્રવાસમાં પાંચ ટેસ્ટ રમ્યા પછી ભારતીય ટીમ પોતાના ઘરઆંગણે નવેમ્બરમાં ન્યુઝીલેન્ડ સામે બે ટેસ્ટની યજમાની કરશે.
તે પછી 2022માં ભારતીય ટીમ 3 ટેસ્ટની સીરિઝ રમવા દક્ષિણ આફ્રિકા જવા રવાના થશે. ત્યાંથી પરત આવીને ટીમ ઇન્ડિયા ઘરઆંગણે શ્રીલંકા સામે 3 ટેસ્ટની યજમાની કરશે અને તે પછી તરત જ ઓસ્ટ્રેલિયાની ટીમ પણ 4 ટેસ્ટની સીરિઝ રમવા ભારત પ્રવાસે આવશે. એ સીરિઝ પૂરી થયા પછી ભારતીય ટીમે ડબલ્યુટીસીની અંતિમ સીરિઝ બાંગ્લાદેશ પ્રવાસમાં રમવાની છે.
ટીમ ઇન્ડિયાનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23નું શેડ્યુલ
- ઇંગ્લેન્ડ સામે 5 ટેસ્ટની સીરિઝ : ઇંગ્લેન્ડમાં
- ન્યુઝીલેન્ડ સામે 2 ટેસ્ટની સીરિઝ : ઘરઆંગણે
- દક્ષિણ આફ્રિકા સામે 3 ટેસ્ટની સીરિઝ : દ. આફ્રિકામાં
- શ્રીલંકા સામે 3 ટેસ્ટની સીરિઝ : ઘરઆંગણે
- ઓસ્ટ્રેલિયા સામે 4 ટેસ્ટની સીરિઝ : ઘરઆંગણે
- બાંગ્લાદેશ સામે 2 ટેસ્ટની સીરિઝ : બાંગ્લાદેશમાં
ટીમ ઇન્ડિયાનો ઇંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટની સીરિઝનો કાર્યક્રમ
મેચ તારીખ મેદાન
પ્રથમ ટેસ્ટ 4થી 8 ઓગસ્ટ ટ્રેન્ટ બ્રિજ
બીજી ટેસ્ટ 12થી 16 ઓગસ્ટ લોર્ડસ
ત્રીજી ટેસ્ટ 25થી 29 ઓગસ્ટ હેડિંગ્લે
ચોથી ટેસ્ટ 2થી 6 સપ્ટેમ્બર કેનિંગ્ટન ઓવલ
પાંચમી ટેસ્ટ 10થી 14 સપ્ટેમ્બર ઓલ્ડ ટ્રેફર્ડ
ઇંગ્લેન્ડનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23નું શેડ્યુલ
- ભારત સામે 5 ટેસ્ટની સીરિઝ : ઘરઆંગણે
- ઓસ્ટ્રેલિયા સામે 5 ટેસ્ટની સીરિઝ : ઓસ્ટ્રેલિયામાં
- વેસ્ટઇન્ડિઝ સામે 3 ટેસ્ટની સીરિઝ : વેસ્ટઇન્ડિઝમાં
- ન્યુઝીલેન્ડ સામે 3 ટેસ્ટની સીરિઝ : ઘરઆંગણે
- દક્ષિણ આફ્રિકા સામે 5 ટેસ્ટની સીરિઝ : ઘરઆંગણે
- પાકિસ્તાન સામે 3 ટેસ્ટની સીરિઝ : પાકિસ્તાન/યુએઇમાં
ઓસ્ટ્રેલિયાનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23નું શેડ્યુલ
- ઇંગ્લેન્ડ સામે 5 ટેસ્ટની સીરિઝ : ઘરઆંગણે
- પાકિસ્તાન સામે 2 ટેસ્ટની સીરિઝ : પાકિસ્તાન/યુએઇમાં
- શ્રીલંકા સામે 2 ટેસ્ટની સીરિઝ : શ્રીલંકામાં
- ભારત સામે 4 ટેસ્ટની સીરિઝ : ભારતમાં
- વેસ્ટઇન્ડિઝ સામે 2 ટેસ્ટની સીરિઝ : ઓસ્ટ્રેલિયામાં
- દક્ષિણ આફ્રિકા સામે 3 ટેસ્ટની સીરિઝ : ઓસ્ટ્રેલિયામાં
દક્ષિણ આફ્રિકાનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23નું શેડ્યુલ
- ભારત સામે 3 ટેસ્ટની સીરિઝ : ઘરઆંગણે
- ન્યુઝીલેન્ડ સામે 2 ટેસ્ટની સીરિઝ : ન્યુઝીલેન્ડમાં
- બાંગ્લાદેશ સામે 2 ટેસ્ટની સીરિઝ : ઘરઆંગણે
- ઇંગ્લેન્ડ સામે 3 ટેસ્ટની સીરિઝ : ઇંગ્લેન્ડમાં
- વેસ્ટઇન્ડિઝ સામે 2 ટેસ્ટની સીરિઝ : ઘરઆંગણે
- ઓસ્ટ્રેલિયા સામે 3 ટેસ્ટની સીરિઝ : ઓસ્ટ્રેલિયામાં
શ્રીલંકાનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23નું શેડ્યુલ
- બાંગ્લાદેશ સામે 2 ટેસ્ટની સીરિઝ : બાંગ્લાદેશમાં
- ભારત સામે 3 ટેસ્ટની સીરિઝ : ભારતમાં
- ઓસ્ટ્રેલિયા સામે 2 ટેસ્ટની સીરિઝ : શ્રીલંકામાં
- પાકિસ્તાન સામે 2 ટેસ્ટની સીરિઝ : શ્રીલંકામાં
- વેસ્ટઇન્ડિઝ સામે 2 ટેસ્ટની સીરિઝ : શ્રીલંકામાં
- ન્યુઝીલેન્ડ સામે 2 ટેસ્ટની સીરિઝ : ન્યુઝીલેન્ડમાં
પાકિસ્તાનનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23નું શેડ્યુલ
- વેસ્ટઇન્ડિઝ સામે 2 ટેસ્ટની સીરિઝ : વેસ્ટઇન્ડિઝમાં
- બાંગ્લાદેશ સામે 2 ટેસ્ટની સીરિઝ : બાંગ્લાદેશમાં
- ઓસ્ટ્રેલિયા સામે 2 ટેસ્ટની સીરિઝ : ઘરઆંગણે/યુએઇ
- શ્રીલંકા સામે 2 ટેસ્ટની સીરિઝ : શ્રીલંકામાં
- ન્યુઝીલેન્ડ સામે 2 ટેસ્ટની સીરિઝ : ઘરઆંગણે/યુએઇ
- ઇંગ્લેન્ડ સામે 5 ટેસ્ટની સીરિઝ : ઘરઆંગણે/યુએઇ
ન્યુઝીલેન્ડનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23નું શેડ્યુલ
- ભારત સામે 2 ટેસ્ટની સીરિઝ : ભારતમાં
- બાંગ્લાદેશ સામે 2 ટેસ્ટની સીરિઝ : ઘરઆંગણે
- દક્ષિણ આફ્રિકા સામે 2 ટેસ્ટની સીરિઝ : ઘરઆંગણે
- ઇંગ્લેન્ડ સામે 3 ટેસ્ટની સીરિઝ : ઇંગ્લેન્ડમાં
- પાકિસ્તાન સામે 2 ટેસ્ટની સીરિઝ : પાકિસ્તાનમાં
- શ્રીલંકા સામે 2 ટેસ્ટની સીરિઝ : ઘરઆંગણે
બાંગ્લાદેશનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23નું શેડ્યુલ
- પાકિસ્તાન સામે 2 ટેસ્ટની સીરિઝ : ઘરઆંગણે
- શ્રીલંકા સામે 2 ટેસ્ટની સીરિઝ : ઘરઆંગણે
- ન્યુઝીલેન્ડ સામે 2 ટેસ્ટની સીરિઝ : ન્યુઝીલેન્ડમાં
- દક્ષિણ આફ્રિકા સામે 2 ટેસ્ટની સીરિઝ : દક્ષિણ આફ્રિકામાં
- વેસ્ટઇન્ડિઝ સામે 2 ટેસ્ટની સીરિઝ : વેસ્ટઇન્ડિઝમાં
- ભારત સામે 2 ટેસ્ટની સીરિઝ : ભારતમાં