ભારત (India) અને ન્યૂઝીલેન્ડ (New zealand) વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલ (Final) સાઉથહેમ્પટનમાં રમાઈ રહી છે. જેના બીજા દિવસે ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને ફીલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
ત્રીજા સેશનમાં બેડ લાઇટ્સ (Due to bad lights) ના કારણે બીજી વાર ગેમ સ્થગિત (match delayed) કરવામાં આવી છે. અત્યારે ભારતીય ટીમે 3 વિકેટના નુકસામે 146 રન બનાવ્યા છે. અજિંક્ય રહાણે અને વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યા છે. બંને વચ્ચે 50+ રનની પાર્ટનરશિપ નોંધાઈ છે. ભારતીય ટીમના ખેલાડીઓ મિલ્ખા સિંહને શ્રદ્ધાંજલી આપવા માટે કાળી પટ્ટી બાંધીને મેચ રમી રહ્યા છે.
મેચની પહેલા આજે 98 ઓવરની ગેમ રમાય એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ વાદળછાયું વાતાવરણ હોવાથી બેડ લાઇટ્સની સમસ્યા ઉદભવી છે. જેના કારણે આજે તો 98 ઓવરની ગેમ રમાય એ શક્ય થઈ શકી નહતી. બીજા અને ત્રીજા સેશનમાં 15-15 મિનિટ સુધી સમય વધારાયો છે.
15 મિનિટ પહેલા ટી બ્રેક
અમ્પાયરે બેડ લાઇટ્સને કારણે નિર્ધારિત સમય પહેલા ટી બ્રેક આપ્યો. ભારતીય ટીમે બીજા સેશનમાં 1 વિકેટ ગુમાવીને 51 રન બનાવ્યા છે. આ સેશનમાં બેટ્સમેને ધીમી બેટિંગ કરી હતી. અત્યારે કોહલી અને રહાણે પર ક્રિકેટ ફેન્સની નજર રહેલી છે. પુજારાએ 54 બોલમાં 8 રન બનાવ્યા હતા, તેવામાં ટ્રેંટ બોલ્ટે આઉટ કર્યો હતો. બોલ્ટ પુજારાને સૌથી વધુ વાર આઉટ કરનાર કીવી બોલર બન્યો.
મેચની 16મી ઓવરના 5માં બોલ પર ગિલ ઈજાગ્રસ્ત થયો હતો. જેમિસનનો શૉર્ટ ઓફ લેન્થ બોલ ગિલના શરીર તરફ આવતા એ ચૂકી ગયો હતો અને પુલ મારવાનો પ્રયત્ન કરવા જતા શુભમન ગિલની હેલ્મેટ પર વાગ્યો હતો. અમ્પાયર અને ફિઝિઓ ટીમ તાત્કાલિક મેદાનમાં આવીને ચેકઅપ શરૂ કર્યું હતું