JAKARTA : શ્રીવિજયા વિમાન મુસાફર વિમાન બોઇંગ 737-500 શનિવારે ઇન્ડોનેશિયા (INDONESIA) માં ક્રેશ થયું હતું, જેનો કાટમાળ જાવા સમુદ્રમાં 23 મીટરની ઊડાઈથી મળી આવ્યો છે. દરમિયાન, વિમાનમાં મુસાફરી કરી રહેલા રતિહ વિન્ડાનિયા (RATIH VINDANIYA) નો એક હદયસ્પર્શ કરતો સંદેશ વાયરલ થઈ રહ્યો છે, જેને તેણે ફ્લાઇટમાં બેસ્યા પછી તરત જ શેર કર્યો હતો. ટેકઓફ થયાના ચાર મિનિટ પછી વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો અને વિમાનને રડાર પર ટ્રેક કરવામાં આવ્યું, 10,000 ફૂટની ઊચાઇથી માત્ર એક મિનિટમાં ટ્રેક કરાયું હતું.
પોતાના બાળકો સાથે ફોટા લીધા
રતિહ વિન્ડનીયા શ્રીવિજયા એર પેસેન્જર બોઇંગ 737-500માં પોતાના બાળકો સાથે મુસાફરી કરી રહી હતી અને ફ્લાઇટમાં બેઠા પછી તેણે એક ફોટો શેર કર્યો હતો.
રતિહ વિન્ડનીયાએ ફ્લાઇટમાં ચઢતા પહેલા એક હદયસ્પર્શી સંદેશ શેર કર્યો હતો,જે હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમણે લખ્યું હતું કે ‘બાય બાય ફેમિલી, હમ અભી કે લિયે ઘર જા રહે હૈ.’
છેલ્લી ઘડીએ ઘરે જવાના પ્લાનમાં ફેરબદલ કરાયું
રતિહ વિન્ડોનીયાના ભાઈ ઇરફાનિયાહ રાયંટોએ ઇન્સ્ટાગ્રામ પર પરિવારનો ફોટો શેર કર્યો અને લોકોને પ્રાર્થના કરવાની અપીલ કરી હતી. તેણે કહ્યું કે તેનો પરિવાર અગાઉ બીજી ફ્લાઇટ લેવાની યોજના કરી રહ્યો હતો, પરંતુ છેલ્લી ક્ષણે તેણે તેની યોજના બદલી નાખી.
પરિવારને હજુ પણ આશા છે
અકસ્માતનો સમાચાર મળતાં જ ઇરફાનિયા રેયંટો શનિવારે મોડી સાંજે જકાર્તા એરપોર્ટ પર પહોંચ્યો હતો અને તે હજી પણ તેની બહેન અને પરિવારના અન્ય સભ્યો વિશે સારા સમાચાર મેળવવાની આશા રાખે છે.
રજાઓ માણીને પરત જઈ રહ્યા હતા
ઇરફાનિયાહ રિયાનોએ જણાવ્યું હતું કે તેની બહેન અને તેના બે બાળકો 3 અઠવાડિયાની રજા પર આવ્યા હતા અને કાલીમંતન ટાપુથી 740 કિમી પશ્ચિમમાં પોન્ટિયાનાકમાં તેમના ઘરે જઈ રહ્યા હતા.
વિમાનમાં 62 મુસાફરો હતા
ઈન્ડોનેશિયામાં શ્રીવિજયા એર પેસેન્જર પ્લેન શનિવારે સ્થાનિક સમય પ્રમાણે બપોરે 2.36 વાગ્યે જકાર્તા એરપોર્ટથી રવાના થયો હતો અને 62 મુસાફરો તેમાં સવાર હતા.