શહેરમાં સુચારુ ટ્રાફિક વ્યવસ્થાના ભાગરૂપે, આડેધડ થતાં અકસ્માતો નિયંત્રણમાં રહે અને નિર્દોષ વ્યક્તિઓ તેનો ભોગ બનતા અટકે તે માટે શહેર પોલીસ કમિશનર ગેહલોત સાહેબે પહેલાં ટ્રાફિક સિગ્નલ કાર્યરત કરાવ્યાં, પછી હેલ્મેટ અભિયાન બાદ વધુ અસરકારક જો કોઈ પગલું હોય તો તે રોંગ સાઈડ અને ઓવર સ્પીડ વાહન ચલાવનારાઓ સામે પગલાં લેવાની જાહેરાત કરી છે.
આ ઝુંબેશ માત્ર હાઇવે અને ઓવરબ્રિજ પર મર્યાદિત ન રહેતા શહેરના અંદરના વિસ્તારોમાં પણ એટલી જ લાગુ પડાવી જોઈએ કારણ કે, કોઈએ અપનાવેલો શોર્ટકટ (રોંગ સાઈડ) બીજાના જીવનનો શોર્ટકટ બની જાય છે અને ઓવર સ્પીડને કારણે વ્યક્તિ ડિવાઇડર સાથે ભટકાઈને પણ મૃત્યુને ભેટે છે. આ સાથે વાહનમાં રહેલા હોર્નનો ખોટો ઉપયોગ પણ થાય છે. હેલ્મેટ અભિયાનમાં સિનિયર સિટીઝનને પક્ષે નજીકના અંતર પર કામ માટે જવું હોય તો થોડી મુશ્કેલીઓ રહેલી છે. દરેક અભિયાન સૌ કોઈ ને માટે ‘આરંભે શૂરા પછી જૈસે થે’ જેવું ન બની રહેવું જોઈએ.
સુરત – વૈશાલી શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
આપણે ત્યાં સ્કીલ્ડ લેબરનું આર્થિક શોષણ થાય છે
જો વિદેશો જેવી સામાજીક આર્થિક, સ્વચ્છતા, મુકત માનસિક વિકાસ સામાજિક સલામતી વિગેરે માહોલ ખડો થાય તો આપણું થનગનતુ યુવાધન આપણા દેશને જ લાભ કરાવશે. વિદેશોમાં રોજગારીનું પ્રમાણ વધુ છે કારણ શોધવા જવું પડે તેમ નથી. ત્યાં સ્કીલ્ડ લેબરની શોર્ટેજ વિદેશોમાં બેકારી ભથ્થુ આપવામાં આવે છે. પારદર્શક મેડીકલ ટ્રીટમેન્ટ આર્થિક અને સામાજિક સલામતી મહત્વનો ભાગ ભજવે છે. શિસ્ત પાલન પર વધુ ભાર મુકવામાં આવે છે.
અડાજણ – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
