Sports

શું દેશની છોકરીઓને આ ડર અને ગભરાટના વાતાવરણમાં ન્યાય મળશે? : વિનેશ ફોગાટ

નવી દિલ્હી: રેસલર્સો (Wrestlers) છેલ્લાં ધણાં સમયથી વિરોધ (Protest) પ્રદર્શન કરી રહ્યાં છે અને ન્યાયની માગણી કરી રહ્યાં છે ત્યારે ગુરુવારે વિનેશ ફોગાટના એક ટ્વિટના કારણે હડકંપ મચી ગયો છે. ફોગાટે ટ્વિટ કરીને સવાલ કર્યો છે કે શું દેશની છોકરીઓને આ ડર અને ગભરાટના વાતાવરણમાં ન્યાય મળશે? આ પછી તેણે બીજું ટ્વિટ કરીને સવાલ કર્યો હતો કે ન્યાયની આ લડતમાં જેટલો સમય લાગી રહ્યો છે તેનાં કારણે કારણે શું આ દીકરીઓ એક પછી એક હિંમત હારી જશે??? ભગવાન સૌને હિંમત આપે.

જાતીય સતામણીનો કેસ દાખલ કરનાર સગીર મહિલા રેસલરે પોતાનું નિવેદન (Statement) બદલી નાખ્યું છે. પ્રથમ નિવેદનમાં સગીર મહિલા કુસ્તીબાજએ બ્રિજ ભૂષણ પર જાતીય સતામણીનો (Sexual harassment) આરોપ લગાવ્યો હતો, ત્યાર પછી તેણે પોતાનું નિવેદન બીજીવાર નોંધાવ્યું છે જેમાં તેણે કુશ્તી સંઘના પૂર્વ પ્રમુખ પર ભેદભાવનો (Discrimination) આરોપ લગાવ્યો છે. આ નિવેદનમાં તેણે કયાંક પણ જાતીય સતામણીનો ઉલ્લેખ કર્યો નથી. આ અંગે સગીર મહિલા રેસલરના પિતાએ જણાવ્યું કે આ કેસ ગુસ્સામાં આવીને કરવામાં આવ્યો હતો. તેઓએ દાવો કર્યો કે બ્રિજભૂષણ અને ભારતીય કુશ્તીસંધે એશિયા ચેમ્પિયનશિપમાં કુશ્તીબાજોની પસંદગી દરમ્યાન પક્ષપાત કર્યો હતો.

15 જૂન સુધીમાં બ્રિજભૂષણ સામેના આરોપમાં ચાર્જશીટ અને 30 જૂન સુધીમાં WFIની ચૂંટણી : અનુરાગ ઠાકુર
બુધવારે રેસલર્સ અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર વચ્ચેની બેઠક પછી સરકારે તેમની મોટાભાગની માંગણીઓ માટે સંમતિ આપી છે. પાંચ કલાકથી વધુ ચાલેલી મીટિંગ બાદ ઠાકુરે કહ્યું કે ખેલાડીઓના આરોપો પર 15 જૂન સુધીમાં ડબલ્યુએફઆઇના માજી પ્રમુખ બ્રિજમોહન શરણ સિંહ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવશે અને ત્યાં સુધી ખેલાડીઓ તેમના વિરોધને સ્થગિત કરવા માટે સંમત થયા છે. બેઠક બાદ ઠાકુરે પત્રકારોને જણાવ્યું કે ખૂબ જ સારા વાતાવરણમાં ખૂબ જ સંવેદનશીલ મુદ્દા પર સકારાત્મક વાતચીત થઈ છે. બેઠકમાં તમામ નિર્ણયો પરસ્પર સંમતિથી લેવામાં આવ્યા હતા. ખેલાડીઓ દ્વારા આપવામાં આવેલા સૂચનોમાં રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ચૂંટણી 30 જૂન સુધીમાં કરાવવાની માગનો સમાવેશ થાય છે. આ સિવાય બ્રિજભૂષણ શરણ સિંહ અને તેમનાથી સંબંધિત લોકોને ફેડરેશનમાં ચૂંટવામાં ન આવેનો સમાવેશ થાય છે.

Most Popular

To Top