નવી દિલ્હી: દિલ્હીના (Dealhi) જંતર મંતર પર કુસ્તીબાજો (Wrestlers) દ્વારા ભાજપના (BJP) સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ખાપના નેતા અને ખેડૂતોના નેતાએ અગાઉ બ્રિજ ભૂષણની ધરપકડ 20 મે સુધી થાય તેવી માગ કરી હતી. આજે 21 મે થઈ છે જો કે હજુ સુધી તેઓની માગ પુરી કરવામાં આવી નથી. ખેડૂત અને ખાપના નેતાઓએ કહ્યું હતું કે જો તેઓની માગ 20 મે સુધી પૂરી ન થશે તો તેઓ ખાપ મહાપંચાયત બોલાવશે અને આગળની રણનિતિ પર ચર્ચા કરી તે મુજબ પગલા લેશે. વિનેશ ફોગાટે ચેતવણી આપી છે કે મહાપંચાયતમાં હવે મોટો નિર્ણય લેવામાં આવશે જે દેશ માટે સારો નહિં હોય.
ખાપ પંચાયતો અને ખેડૂતોએ કુસ્તીબાજોના સમર્થનમાં રહીને સરકારને 21 મે સુધીનો સમય આપ્યો હતો. આ સમયમર્યાદા 21 મે રવિવારે પૂરી થઈ ગઈ છે. આ પહેલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે કહ્યું હતું કે અમારા વડીલો દ્વારા લેવામાં આવેલ નિર્ણય મોટો હોઈ શકે છે જે દેશના હિતમાં નહીં હોય. તેનાથી દેશને નુકસાન થઈ શકે છે. ખેડૂત આંદોલન 13 મહિના સુધી ચાલ્યું. જો ફરીથી આવું કંઈક થશે તો ચોક્કસપણે દેશને નુકસાન થશે.
શનિવારે દિલ્હીમાં આઈપીએલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેચને લઈને કુસ્તીબાજોનો આરોપ છે કે તેમને દિલ્હી પોલીસે આઈપીએલ મેચ જોવાથી રોક્યા હતા. આ મામલે દિલ્હી પોલીસનું કહેવું છે કે માન્ય ટિકિટ ધરાવતા કોઈપણ રેસલરને મેચ જોવાથી રોકવામાં આવ્યા નથી. દરેકને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીનું કહેવું છે કે 10-12 કુસ્તીબાજો મેચ જોવા આવ્યા હતા જેમાં માત્ર 5 પાસે જ માન્ય ટિકિટ હતી. બિનેટ ટિકિટ અથવા પાસ ધરાવતા લોકોને મેચ જોવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
આંદોલનને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો: કિસાન શક્તિ સંઘના અધ્યક્ષ ચૌધરી પુષ્પેન્દ્ર સિંહ
કિસાન શક્તિ સંઘના અધ્યક્ષ ચૌધરી પુષ્પેન્દ્ર સિંહે કહ્યું હતું કે આ આંદોલનને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો થઈ રહ્યા છે. જ્યારે કુસ્તીબાજ મેડલ લાવે છે ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવે છે. હવે તેમની સાથે કંઈક ખોટું થયું છે તો તેઓને એક ખાસ જાતિના કુસ્તીબાજોનું નામ આપવામાં આવ્યું છે.