નવી દિલ્હી: જાન્યુઆરીમાં કુસ્તીબાજોએ (Wrestlers) જંતર મંતર (Jantar Mantar) પર આંદોલન (Movement) શરૂ કર્યું ત્યારે કુસ્તીબાજોએ આ આંદોલનમાં કોઈ રાજકીય પક્ષને સ્થાન આપ્યું ન હતું. ત્યારે હવે કુસ્તીબાજોએ જ તમામ પક્ષોને જંતર-મંતર પર આવવાની અપીલ કરી છે. ભીમ આર્મીના વડા જંતર મંતર આવ્યાં પછી રાજસ્થાનનાં ગુર્જર સમાજને એકત્ર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બ્રિજભૂષણ શરણ સિંહે સવાલ કર્યો હતો કે શું માત્ર હરિયાણાના કુસ્તીબાજો અને તે પણ એક જ અખાડાના કુસ્તીબાજો યૌન શોષણનો ભોગ બન્યા છે? દેશના કે અન્ય રાજ્યોના ખેલાડીઓને શા માટે તેમની સાથે કોઈ સમસ્યા નથી?
આ અંગે કિસાન શક્તિ સંઘના અધ્યક્ષ ચૌધરી પુષ્પેન્દ્ર સિંહે મંગળવારે કહ્યું હતું કે આંદોલનને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો થઈ રહ્યા છે. જ્યારે કુસ્તીબાજ મેડલ લાવે છે ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવે છે. હવે તેમની સાથે કંઈક ખોટું થયું છે તો તેઓને એક ખાસ જાતિના કુસ્તીબાજોનું નામ આપવામાં આવ્યું છે. ખાપ પંચાયતો, ખેડૂત નેતાઓ અને અન્ય સંગઠનોના પ્રતિનિધિઓની 21 મેના રોજ રોહતકના મેહમમાં બેઠક યોજાશે. તેમાં આંદોલનના ફેલાવાને લઈને મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. મહામ ચૌબીસી ખાપના પ્રમુખ મેહર સિંહ નંબરદારની અધ્યક્ષતામાં હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની ખાપ પંચાયતોના પ્રતિનિધિઓની બેઠકમાં કેન્દ્ર સરકારને બ્રિજભૂષણની ધરપકડ કરવા માટે 20 મે સુધીનો સમય આપવામાં આવ્યો હતો.
ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદ મંગળવારે કુસ્તીબાજોને સમર્થન આપવા જંતર મંતર પહોંચ્યાં હતા. કોંગ્રેસના પૂર્વ સાંસદ અને દલિત નેતા ઉદિત રાજ, કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી, હરિયાણાના પૂર્વ સીએમ ભૂપિન્દર સિંહ હુડ્ડા, રાજ્યસભાના સાંસદ દીપેન્દ્ર હુડ્ડા, પૂર્વ સીએમ ઓમ પ્રકાશ ચૌટાલા, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, કુમારી સેલજા, ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક અને અન્ય ઘણા નેતાઓએ જંતર-મંતર પહોંચીને કુસ્તીબાજોને ટેકો આપ્યો હતો. હાલ ભીમ આર્મીના વડા જંતર મંતર આવ્યાં પછી રાજસ્થાનનાં ગુર્જર સમાજને એકત્ર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
રમત-ગમત મંત્રાલયે કુસ્તી સંઘની ચૂંટણી 45 દિવસની અંદર કરાવવા માટે કહ્યું
ભારતીય ઓલિમ્પિક સંઘે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના તમામ પદાધિકારીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. રમત-ગમત મંત્રાલયે કુસ્તી સંઘની ચૂંટણી 45 દિવસની અંદર કરાવવા માટે કહ્યું છે. આ માટે ત્રણ સભ્યોની અસ્થાયી સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં વૂશુ ફેડરેશનના ભૂપેન્દ્ર સિંહ બાજવા, ઓલિમ્પિયન શૂટર સુમા શિરુર અને એક નિવૃત્ત જજનો પણ સમાવેશ થાય છે. કુશ્તીબાજો ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગને લઈને દિલ્હીના જંતર-મંતર પર આંદોલન કરી રહ્યાં છે. ઉપરાંત દિલ્હી પોલીસ મહિલા કુસ્તીબાજો દ્વારા બ્રિજભૂષણ શરણ સિંહ પર લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપોની તપાસ કરી રહી છે.