દિલ્હી પોલીસ (DELHI POLICE) દ્વારા હાલમાં જ ધરપકડ થયેલ કુસ્તીબાજ સુશીલ કુમાર (WRESTLER SUSHIL KUMAR)ની મુશ્કેલીઓ વધી રહી છે. હવે સુશીલને તેની ઉત્તરી રેલ્વેની નોકરીથી સસ્પેન્ડ (SUSPEND BY NORTHERN RAILWAY JOB) કરી દેવામાં આવ્યો છે. સમાચાર પત્રોએ પહેલા જ સમાચાર પ્રકાશિત કર્યા હતા કે સુશીલની સસ્પેન્શનની તૈયારી તેની ધરપકડ થયા (AFTER ARREST) પછી જ શરૂ થઈ હતી.
મંગળવારે ઉત્તરી રેલ્વેના સીપીઆરઓએ માહિતી આપી છે કે સુશીલને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તેના પર હત્યાના કેસ (MURDER CASE)ના કારણે દિલ્હી પોલીસના હાથે ઝડપાયેલા રેસલર સુશીલ કુમારને રેલ્વેની નોકરીથી હટાવી દેવાયો છે. દિલ્હી સરકારમાં ડેપ્યુટેશન (DEPUTATION) પર રહેલા સુશીલ કુમારને છત્રસાલ સ્ટેડિયમ ખાતેની શાળામાં રમત-ગમતને પ્રોત્સાહન આપવા માટે વિશેષ ફરજ પરના અધિકારી પણ બનાવવામાં આવ્યો હતો. ઉત્તરી રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી દીપક કુમારે જણાવ્યું હતું કે, રવિવારે રેલવે બોર્ડને સુશીલ કુમાર અંગે દિલ્હી સરકારનો અહેવાલ મળ્યો હતો. જેમાં સુશીલ કુમાર વિરુદ્ધ એફઆઈઆર (FIR) નોંધાયાનો ઉલ્લેખ છે.
દિલ્હી સરકારે ડેપ્યુટેશન વધારવાની સુશીલ કુમારની માંગને પણ ફગાવી દીધી હતી. આ પછી સરકારે આ અંગેની માહિતી ઉત્તર રેલ્વેને મોકલી હતી. સુશીલ કુમાર 2015 થી રેલ્વે અધિકારી હતો અને દિલ્હી સરકારમાં ડેપ્યુટેશન પર કાર્યરત હતો. પ્રતિનિયુક્તિની મુદત 2020 સુધી હતી જેને તેઓ વધારવા માગે છે. હાલમાં જ થયેલ ખુલાસા મુજબ સુશીલ કુમારને જાણ હતી કે ઇલેક્ટ્રોનિક ડિવાઇસનો ઉપયોગ તેને ફસાવી દેશે પણ તે પોલીસના હાથે ઝડપાવાથી એટલો ચિંતિત નહોતો જેટલો તે ગેંગસ્ટર જેઠડી સાથેની દૂશ્મનીથી ચિંતિત હતો. સૂત્રો કહે છે કે તે જેઠડીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે જેથી તેને મળી શકે. દિલ્હી પોલીસે જ્યારે તેને પકડ્યો ત્યારે તેને સાગર ધનખડની હત્યા મામલે કોઇ રંજ નહોતો. તે પોલીસ પાસે માત્ર એટલું જ ઇચ્છે છે કે જેલમાં તેને જેઠડીના માણસોથી બચાવવામાં આવે.
જેઠડીથી ડરવાનું કારણ માત્ર એટલું જ છે કે સાગર ધનખડ સાથે જ્યારે મારપીટ કરવામાં આવી ત્યારે તેની સાથે જે અન્ય શખ્સને પણ ઘણો માર પડ્યો હતો તે સોનુ જેઠડીનો ભત્રીજો છે અને તેને જેઠડી પુત્ર જેવો માને છે. પોલીસનું કહેવું છે કે જેઠડી દિલ્હીમાં સોનુ તેમજ અન્ય લોકો દ્વારા મોટાપાયે વિવાદી પ્રોપર્ટી પર કબજો જમાવવાનું કામ કરે છે. સુશીલે કથિત રૂપે તેની સાથે હાથ મિલાવ્યો અને તેઓ ઉત્તર-પુર્વ દિલ્હીના મોડલ ટાઉન વિસ્તારના એમ 2 બ્લોકમાં એક મકાન પર પહોંચ્યા. આ મકાન જ બધા વિવાદનું મૂળ છે. આ ફ્લેટ જેઠડી-લોરેન્સ બિશ્નોઇ ગેંગના અપરાધીઓને છુપાવવા માટે ઉપયોગમાં લેવાતો હતો.