Charchapatra

શું મોબાઈલ વિના આપણે જીવતા જ ન હતા

વર્તમાન યુગમાં મોબાઈલ અતિ ઉપયોગી માધ્યમ છે. પરંતુ કયારેક ઘણી વ્યક્તિઓને સ્થળ કે કાળનું ‘જ્ઞાન’ નથી રહેતું! પછી એ સિનેમા ઘર હોય, પ્રાર્થના સભા હોય, દ્વિચક્રિય કે ચાર ચક્રિય વાહન હંકારતા હોય કે મંદિર કે અન્ય કાર્યક્રમ હોય! શું આપણે મોબાઈલ વિના જીવતા જ ન હતાં? જયારે સ્વગૃહે લેન્ડલાઈન’ ફોન હતાં ત્યારે ફોન દ્વારા સંપર્કમાં રહેતા જ હતાને? તો શા માટે જાહેર સ્થળો એ મોબાઈલ થકી અન્ય વ્યક્તિઓને હેરાન કરવા જોઈએ? ઇમરજન્સી ‘હોય તો સાઈડ ઉપર જઇ ને મોબાઈલ પર વાત થઇ શકેને ?

ગતિ શીલ વાહન ઉપર આરૂઢ થઇને સ્વયંનો અને અન્ય નિદોર્ષ વ્યક્તિને જીવ શા માટે જોખમમાં મૂકવો જોઇએ? મનોરંજનના સ્થળે અન્ય વ્યક્તિએ પણ નાણાં ખર્ચીને ટિકીટ લીધી હોય છે. એક ટીકીટ લઇને મોબાઈલ પર વાત કરનારે આખું થીયેટર નથી ખરીદ્યુ હોતું ! થિયેટરના અંધકારમાં અન્ય પ્રેક્ષકોની આંખમાં મોબાઈલની લાઈટ પ્રવેશીને ખલેલ પહોંચાડી શકે છે પણ અહીં તો બીજાનો વિચાર જ ન કરવાનો એવી માનસિકતા ધરાવતા નાગરિકો પણ છે જ!  મોબાઈલનો સદ્દઉપયોગ યોગ્ય વાત છે પણ અન્યને હાનિકર્તા નિવડે એ અયોગ્ય વાત જ કહેવાય.
સુરત     – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

મગરમચ્છથી બચવાનો સર્વશ્રેષ્ઠ એકમાત્ર ઉપાય!
પૂર દરમિયાન વડોદરા ખાતે નર્મદા નદીનાં નીરમાં મગરો ઘસડાય આવતા હાહાકાર થતા અફરાતફરી મચી જવા પામી!ખેર,ચોમાસાની ઋતુમાં નદી નાળામાં ઉતરતા કંઈક વ્યક્તિઓ મગરના શિકાર થઇ બેસતા હોય છે તો તે દૂર રહે તો માણસ પાસે આવે નહિ તેના શ્રેષ્ઠ ઉપાયમાં જ્યાં મગરોનો ભય રહે છે ત્યાં નદી નાળામાં ઉતરનારા વ્યક્તિઓએ તેમની પોતાની પાસે આંકડાનાં ઝાડનું એક ડાળખું સાથે રાખી ઉતરવું! જેથી મગર જીવ લઈને નાસી જાય છે તે બિલકુલ પાસે આવશે જ નહીં!મગરને આંકડાનાં દૂધનું એક ટીપું અડકી જવાથી કોહી કોહીને મરી જાય છે અને તેવી બીકથી  પણ મગર જીવ લઈને જાય છે! (અભ્યાસ અને વાંચન  : અપ્રાપ્ય : ગુજરાતી પત્ર અંક પૃષ્ઠ : ૧૫૦૧, તારીખ.૩.૧૦.૧૯૨૬) (લેખક : જેઠાલાલ મોતીલાલ – પ્રકરણ : ૧૯ “મગરથી બચવાનો ઉપાય” )આભારસહ સાભાર અને સૌજન્યસભર! જનહિત વાસ્તે!’
સુરત     – સુનીલ રાજેન્દ્ર બર્મન– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top