National

દેશમાં બર્ડ-ફ્લૂની ચિંતાજનક સ્થિતિ, ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં 1000થી વધુ પક્ષીઓનાં મોત

નવી દિલ્હી (New Delhi): હિમાચલ સહિત દેશના અલગ અલગ રાજ્યોમાં બર્ડ ફ્લુની દહેશત છવાઈ છે. હિમાચલ પ્રદેશમાં એક પછી એક 1500થી વધુ પ્રવાસી પક્ષીઓના મૃત્યુ થયા છે. જેમના મૃત્યુનું કારણ બર્ડ ફ્લુ હોવાનું જાણવા મળ્યુ છે. આ સિવાય ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કેરળમાં પણ ભેદી રીતે મોટી સંખ્યામાં પક્ષીઓના મૃત્યુથી દહેશતનો માહોલ છવાયો છે. હિમાચલમાં એક કિલોમીટર વિસ્તારને બ્લોક કરી દેવાયો છે. પોંગ ડેમ જતા પ્રવાસીઓ પર કલેક્ટરે તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુકી દીધો છે.

વન વિભાગનું કહેવું છે કે આટલી મોટી સંખ્યામાં પક્ષીઓના મોત થયા બાદ પ્રશાસને કાર્યવાહી કરી છે. ભોપાલથી આવેલા રિપોર્ટની અંદર તમામ પક્ષીઓમાં H5N1 એવિયન ઇનફ્લુએન્ઝા વાયરસ મળ્યો છે. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાથી લગભગ 300 કિમી દૂર આવેલા પોંગ તળાવમાં આ પ્રવાસી પક્ષીઓ માટે અભિયારણ્ય બનાવવામાં આવ્યું છે. જ્યાં દર વર્ષે સાઇબેરિયા અને મધ્ય એશિયાના ઠંડા વિસ્તારમાંથી લાખોની સંખ્યામાં પક્ષીઓ આવે છે. આ પક્ષીઓ ફેબ્રુઆરીથી માર્ચ સુધી અહીં રહે છે. ત્યારબાદ આ પક્ષીઓ પરત ફરે છે.

સાથે જ કાંગરા જિલ્લામાં તમામ કતલખાના પણ બંધ કરવાના કલેક્ટરે આદેશ સાથે માંસના વેચાણ પર પ્રતિબંધ મુકી દીધો છે. માછલી, ઈંડા, માંસ, મરઘા વગેરેની નિકાસ પર પણ તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જણાવી દઇએ કે ગુજરાતના ગુજરાતના જૂનાગઢ જિલ્લાના બાંટવા (Bantva, Junagadh) ગામે 2 જાન્યુઆરીએ સંખ્યા બંધ મૃત પક્ષીઓ મળી આવ્યા છે. અચાનક મોટી સંખ્યામાં મૃત પક્ષીઓ મળી આવતા એવી આશંકા વ્યકત કરાઇ છે કે આ પક્ષીઓને કદાચ બર્ડ ફ્લૂ (Bird flu) થયો હોય. આ પક્ષીઓનાં મૃત્યુ ખરેખર બર્ડ ફ્લૂથી થયાં છે કે નહીં એ ચકાસવા માટે 53 જેટલાં પક્ષી (ટિટોડી, નકટો, બગલી, બતક)ના મૃતદેહ કબજે કરીને પોસ્ટમાર્ટમ માટે મોકલી અપાયા છે. રાજ્યના વાઇલ્ડલાઇફ (Gujarat wildlife Department) વિભાગે ભારત સરકારની એડવાઇઝરીને પગલે સમગ્ર રાજ્યમાં એલર્ટ જાહેર કર્યું છે.

આ સિવાય રાજસ્થાનમાં પણ 300થી વધુ કાગડાઓ મૃત અવસ્થામાં મળી આવ્યા છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં પણ ઘણા બધા કાગડાઓ અને અન્ય પક્ષીઓ મૃત અવસ્થામાં મળી આવ્યા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top