Business

વિશ્વના ધનિકોમાં અમેરિકાનો દબદબો, મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સાથે એશિયાની પીછે હઠ

સ્થાનિક શેરબજારો(local stock market)માં છેલ્લા બે દિવસથી ચાલી રહેલા ઘટાડાના પગલે રિલાયન્સ (reliance) ઇન્ડ.ના ચેરમેન મુકેશ અંબાણી (mukesh ambani) અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી દુનિયાના અમીરોની યાદીમાંથી એક-એક સ્થાન નીચે આવી ગયા છે. અંબાણી બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ(Bloomberg Billionaires Index)માં હવે 71.6 અબજ ડોલરની નેટવર્થ સાથે 13માં ક્રમ પર આવી ગયા છે. અદાણી 55.3 અબજ ડોલર સાથે 23માં ક્રમે નીચે આવી ગયા છે.

દેશની સૌથી મોટી મુલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડ.ના શેરોમાં સતત બે દિવસથી ઘટાડો નોંધાયો હોવાના પગલે મુકેશ અંબાણીની નેટવર્થમાં એક જ દિવસમાં 1.42 અબજ ડોલરનો ઘટાડો આવ્યો હતો. આ વર્ષની તેમની નેટવર્થમાં કુલ 5.16 અબજ ડોલરનો ઘટાડો આવ્યો છે. આ ઘટાડાથી રિલાયન્સ ઇન્ડ.ના માર્કેટ કેપમાં પણ ઘટાડો આવીને 12261212 કરોડ રૂપિયાનો થઇ ગયો હતો. રિલાયન્સનો શેર 16મી સપ્ટેમ્બરના રોજ 2369 રૂપિયાનો રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. ત્યારે રિલાયન્સની માર્કેટ કેપ રૂ. 16 કરોડને પાર કરી ગઇ હતી. આ સાથે અંબાણીની સંપત્તિ 90 અબજ ડોલર સુધી પહોંચી ગઇ અને વિશ્વના સમૃદ્ધોની યાદીમાં ચોથા સ્થાને આવી ગયા હતા. પરંતુ આ પછી કંપનીના શેરમાં ઘટાડો થવાના કારણે મુકેશ અંબાણી ટોપ 10માંથી બહાર થઇ ગયા હતા. 65.5 અબજ ડોલરની સંપત્તિ સાથે ચીનના ઝોંગ શૈનશૈન મુકેશ અંબાણીની નીચે એક સ્થાન પર 14માં ક્રમે છે.

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પણ બ્લુમબર્ગ બિલીયોનર્સ ઇન્ડેક્સમાં એક સ્થાન નીચે ખસકી ગયા છે, અને હવે 23માં સ્થાન પર આવી ગયા છે. સોમવારે શેરમાર્કેટમાં ઘટાડાથી તેમની નેટવર્થમાં 1.43 અબજ ડોલરનો ઘટાડો આવ્યો હતો. સપ્તાહની શરૂઆતમાં બજારમાં કડાકો બોલાયો હતો, જેમાં અદાણી ગ્રીન 4.69 ટકા, અદાણી પોર્ટસ 4.59 ટકા અને અદાણી એન્ટર 2.10 ટકા ઘટયો હતો. આમ તો આ વર્ષની કમાણીના મામલે તે દુનિયાના કેટલાય અમીરો પર ભારે પડયા છે, આ વર્ષ તેમની નેટવર્થ 21.6 અબજ ડોલર વધી છે.
બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ અનુસાર અમેઝોનના જેક બેઝોસ દુનિયાના સૌથી મોટા અમીર બની ગયા છે. તેમની નેટવર્થ 197 અબજ ડોલર છે. દુનિયાની સૌથી વેલ્યુએબલ ઓટો કંપની ટેસ્લા અને સ્પેસએકસના સીઇઓ એલન મસ્ક 183 અબજ ડોલરની સાથે આ લિસ્ટમાં બીજા નંબર પર છે. આ લિસ્ટમાં માઇક્રોસોફ્ટના કો ફાઉન્ડર બિલ ગેટસ 146 અબજ ડોલર સાથે ત્રીજા ક્રમે છે.

આ લિસ્ટમાં દુનિયાના સૌથી મોટી લકઝરી કંપની એલવીએમએસ મોએટ હેનેસીના ચેરમેન ઓફ ચીફ એકઝીક્યુટીવ બર્નાર્ડ આરનોલ્ટ 146 અબજ ડોલરની સંપત્તિ સાથે આ લિસ્ટમાં ચોથા નંબરે છે. અમેરિકન મીડિયાના દિગ્ગજ અને ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગ 113 અબજ ડોલરની વેલ્યુ સાથે પાંચમા નંબરે છે. અમેરિકન કોમ્યુટર વૈજ્ઞાનિક અને ઇન્ટરનેટ ઉદ્યોગ સાહસિક લેરી પેજ 104 અબજ ડોલર સાથે છઠ્ઠા, વોરેન બફેટ 102 અબજ ડોલર સાથે સાતમાં ક્રમે છે.

ગુગલના સહસ્થાપક સર્ગેઇ બ્રિન 101 અબજ ડોલર સાથે આઠમા ક્રમે, યુએસ ઉદ્યોગપતિ અને રોકાણકાર સ્ટીવ બાલમર 93.2 અબજ ડોલર સાથે નવમા અને ત્યાંના જ લેરી એલિસન 92.7 અબજ ડોલરની સંપત્તિ સાથે દસમા સ્થાને છે. વિશ્વના ટોચના 10 ધનિકમાંથી 9 અમેરિકાના છે. આમ, બિલિયોનર લિસ્ટમાં અમેરિકા આગળ રહ્યો છે. જ્યારે એશિયાના ધનિકોની પીછેહઠ થતી જોવા મળી છે.

Most Popular

To Top