World

એમેઝોનના જંગલમાં મળ્યો 250 કિલોનો વિશ્વનો સૌથી ભારી સાંપ, વીડિયો

અમેરિકા: એમેઝોન (Amazon) જંગલોમાં સૌથી રહસ્યમય અને શક્તિશાળી જીવ એનાકોન્ડા (Anaconda) વસે છે. તેમજ આ ભવ્ય જીવ ઉપર વર્ષોથી અભ્યાસ (Study) ચાલી રહ્યો છે. દરમિયાન હવે પૃથ્વી (Earth) પરના સૌથી ભારે સાપની શોધ થઈ ગઇ છે. જે ઉત્તરીય ગ્રીન એનાકોન્ડા છે. તેને શોધનાર વૈજ્ઞાનિકનો વીડિયો પણ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યો છે.

ગ્રીન એનાકોન્ડા વિશ્વનો સૌથી ભારે સાપ છે. તેમજ વિશ્વના સૌથી લાંબા સાપમાં પણ તેનો સમાવેશ થાય છે. શોધાયેલ એનાકોન્ડાનું માથું મનુષ્યના માથા જેટલું છે. તેમજ તેની લંબાઈ લગભગ 26 ફૂટ અને વજન 250 કિલોથી થોડું વધારે છે. આ સાપ દક્ષિણ અમેરિકાની નદીઓ અને વેટલેન્ડ્સમાં જોવા મળે છે.

જણાવી દઇયે કે એનાકોન્ડા વિશાળ અને ધીમા દેખાય છે. પરંતુ આવું હોતું નથી. તેઓ તેમના શિકારને ખૂબ જ ઝડપથી પકડી લે છે. તેમજ શિકારના શરીરને ઘેરીને તેની શ્વાસ લેવાની શક્તિને નષ્ટ કરી દે છે. પછી તેને આખું ગળી લે છે. સમસ્યા એ હતી કે જો ઉત્તરીય અને દક્ષિણ લીલા એનાકોન્ડા 10 મિલિયન વર્ષો પહેલા અલગ થયા, તો તે સમયે કોણ મોટું અને ભારે હતું?

પ્રશ્ન બાદ કેટલાક વૈજ્ઞાનિકોએ આ સજીવો વચ્ચેનો તફાવત શોધવા માટે હાલના એમેઝોનમાં શોધ શરૂ કરી હતી. હાલ ઐતિહાસિક રીતે એનાકોન્ડાની ચાર પ્રજાતિઓ છે. જેમાંથી ગ્રીન એનાકોન્ડાની પ્રજાતિ સૌથી મોટી હતી. તેઓ તેમનું આખું જીવન પાણીની અંદર વિતાવે છે. તેમમજ તેમના નસકોરા અને આંખો માથાના ઉપરના ભાગમાં હોય છે. જેથી તેઓ પાણીની અંદર રહીને પણ પોતાના શિકારને જોઈ શકે.

જણાવી દઇયે કે લીલા એનાકોન્ડા ઓલિવ લીલા રંગના હોય છે. તેમજ આ સાપમાં મોટા કાળા ડાઘ હોય છે. આ હરિયાળીમાં દેખાતા નથી. તેમજ તેઓ સામાન્ય રીતે એમેઝોન અને ઓરિનોકો બેસિનમાં જોવા મળે છે. તેમના છુપા હુમલા, ધીરજ અને ઝડપ તેમને સૌથી ખતરનાક જીવોમાંથી એક બનાવે છે. તેઓ કેપીબારા, મગર, હરણ, નાની ગાય જેવા જીવોને એક જ વારમાં ગળી શકે છે.

લીલા એનાકોન્ડા ઝેરી હોતા નથી. તેઓ તેમના શિકારને પકડે છે. તેમજ તેઓ શિકારને એટલું જોરથી દબાવે છે કે તેના હાડકાં તૂટી જાય છે. તેમજ શિકાર શ્વાસ લઈ શકતો નથી. ત્યાર બાદ એનાકોન્ડા તેમને સંપૂર્ણ રીતે ગળી જાય છે. જણાવી દઇયે કે ઉત્તરીય લીલા એનાકોન્ડા ઇક્વાડોર, કોલંબિયા, વેનેઝુએલા, ત્રિનિદાદ, ગિની, સુરીનામ અને ફ્રેન્ચ ગુઆનામાં જોવા મળે છે.

Most Popular

To Top