Sports

PAK vs SA: પાકિસ્તાને દ. આફ્રિકાને 271 રનનો ટાર્ગેટ આપ્યો, કેપ્ટન બાબર આઝમે અર્ધસદી ફટકારી

ચેન્નાઇ: વર્લ્ડ કપની (Worldcup 2023) 26મી મેચમાં પાકિસ્તાન (Pakistan) સામે દક્ષિણ આફ્રિકાની (South Africa) ટીમ મેદાનમાં ઉતરી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ ચેન્નાઈના (Chennai) એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાની ટીમ 46.4 ઓવરમાં 270 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 271 રનનો ટાર્ગેટ મળ્યો છે.

પાકિસ્તાનની ટીમ ફરી એકવાર પૂરી 50 ઓવર પણ રમી શકી નહોતી. દક્ષિણ આફ્રિકાએ તેમને 46.4 ઓવરમાં 270 રનમાં આઉટ કરી દીધા હતા. પાકિસ્તાન તરફથી સઈદ શકીલે 52 રન અને કેપ્ટન બાબર આઝમે 50 રન બનાવ્યા હતા. શાદાબ ખાને 43 રન અને મોહમ્મદ રિઝવાને 41 રનનું યોગદાન આપ્યું હતું. મોહમ્મદ નવાઝે 24, ઈફ્તિખાર અહેમદે 21 અને ઈમામ ઉલ હકે 12 રન બનાવ્યા હતા. અબ્દુલ્લા શફીક નવ રન બનાવીને, મોહમ્મદ વસીમ જુનિયર સાત રન બનાવીને અને શાહીન આફ્રિદી બે રન બનાવીને આઉટ થયા હતા. હરિસ રઉફ ખાતું ખોલાવ્યા વિના અણનમ રહ્યો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી તબરેઝ શમ્સીએ ચાર અને માર્કો જાનસેને ત્રણ વિકેટ ઝડપી હતી. ગેરાલ્ડ કોએત્ઝીને બે અને લુંગી એનગિડીને એક વિકેટ મળી હતી.

દક્ષિણ આફ્રિકાની પ્લેઇંગ 11 ટીમ: ક્વિન્ટન ડી કોક (wk), ટેમ્બા બાવુમા (c), રાસી વાન ડેર ડુસેન, એઇડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, ગેરાલ્ડ કોએત્ઝી, કેશવ મહારાજ, તબરેઝ શમ્સી, લુંગી એનગિડી.

પાકિસ્તાનની પ્લેઇંગ 11 ટીમ: અબ્દુલ્લા શફીક, ઈમામ ઉલ હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સઈદ શકીલ, શાદાબ ખાન, ઈફ્તિખાર અહેમદ, મોહમ્મદ નવાઝ, શાહીન આફ્રિદી, મોહમ્મદ વસીમ જુનિયર, હરિસ રઉફ.

Most Popular

To Top