નવી દિલ્હી: વર્લ્ડ કપની (World Cup 2023) 32મી મેચમાં ન્યૂઝીલેન્ડ (New Zealand) અને દક્ષિણ આફ્રિકાની (South Africa) ટીમ મેદાનમાં ઉતરી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ પુણેના (Pune) મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દક્ષિણ આફ્રિકાએ 50 ઓવરમાં ચાર વિકેટે 357 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડને જીતવા માટે 358 રનનો ટાર્ગેટ મળ્યો છે.
દક્ષિણ આફ્રિકાએ ન્યૂઝીલેન્ડને જીતવા માટે 358 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેણે 50 ઓવરમાં ચાર વિકેટે 357 રન બનાવ્યા હતા. આફ્રિકન ટીમ માટે ઓપનર ક્વિન્ટન ડી કોક અને હેનરિક ક્લાસને સદીની ઇનિંગ્સ રમી હતી. ડુસેને 118 બોલમાં 133 રન બનાવ્યા હતા. ડી કોકે 116 બોલમાં 114 રનની ઇનિંગ રમી હતી. ડુસેને તેની ઇનિંગમાં નવ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે ડી કોકે 10 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. ડેવિડ મિલરે 30 બોલમાં 53 રન બનાવ્યા હતા. તેણે બે ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન ટેમ્બા બાવુમાએ 24 રન બનાવ્યા હતા. હેનરિક ક્લાસેન સાત બોલમાં 15 રન બનાવીને અણનમ રહ્યો હતો અને એઈડન માર્કરામ એક બોલમાં છ રન બનાવીને અણનમ રહ્યો હતો. ન્યુઝીલેન્ડ તરફથી ટિમ સાઉથીએ બે વિકેટ ઝડપી હતી. ટ્રેન્ટ બોલ્ટ અને જેમ્સ નીશમને એક-એક સફળતા મળી.
દક્ષિણ આફ્રિકાની પ્લેઇંગ 11 ટીમ: ક્વિન્ટન ડી કોક (વિકેટમાં), ટેમ્બા બાવુમા (કેપ્ટન), રાસી વાન ડેર ડુસેન, એઇડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, ગેરાલ્ડ કોએત્ઝી, કેશવ મહારાજ, કાગીસો રબાડા, લુંગી એનગિડી.
ન્યુઝીલેન્ડની પ્લેઇંગ 11 ટીમ: ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ટોમ લાથમ (wk/c), ગ્લેન ફિલિપ્સ, જેમ્સ નીશમ, મિશેલ સેન્ટનર, મેટ હેનરી, ટિમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટ.