Sports

વર્લ્ડ ચેમ્પિયનશિપ વિક્રમી સોમવાર : ટોબી અમુસાનીએ 100 મીટર હર્ડલમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

યૂજીન : અહીં રમાઇ રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સોમવારનો (Monday) દિવસ જાણે કે વિક્રમો માટેનો દિવસ રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી, સોમવારે એક જ દિવસમાં ત્રણ વર્લ્ડ રેકોર્ડ (World Record) તૂટ્યા હતા, જેમાંથી બે તો એક જ એથ્લેટે તોડ્યા હતા. નાઇજિરિયાની સ્પ્રીન્ટર ટોબી અમુસાનીએ 100 મીટર હર્ડલમાં પહેલા સેમી ફાઇનલમાં (Semi Final) નવો રેકોર્ડ બનાવ્યો અને તે પછી ફાઇનલમાં એ રેકોર્ડ પાછો તોડીને સુધારીને નવો રેકોર્ડ સ્થાપ્યો હતો, જ્યારે સ્વીડનના એથ્લેટ મોન્ડો ડુપ્લાન્ટિસે પોલ વોલ્ટમાં વર્લ્ડ રેકોર્ડ તોડીને પોતાના નામે નવો રેકોર્ડ સામેલ કર્યો હતો.

નાઇજિરીયન સ્પ્રીન્ટર ટોબી અમુસામીએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 100 મીટર હર્ડલ્સ ઇવેન્ટમાં પહેલા વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો અને તેના બે કલાક પછી તેણે પોતાનો નવો બનેલો વર્લ્ડ રેકોર્ડ તોડીને તેમાં સુધારો કરીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. ટોબીએ પહેલા મહિલાઓની 100 મીટર હર્ડલ રેસની ેમી ફાઇનલમાં 12.12 સેકન્ડનો સમય લઇને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવીને ફાઇનલમાં ક્વોલિફાઇ કર્યું હતું. બે કલાક પછી જ્યારે તેની ફાઇનલ યોજાઇ ત્યારે તેણે પોતાના એ વર્લ્ડ રેકોર્ડમાં સુધારો કરીને 12.06 સેકન્ડમાં રેસ પુરી કરીને નવો રેકોર્ડ સ્થાપીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જમૈકાની બ્રિટની એન્ડરસને 12.23 સેકન્ડના સમય સાથે સિલ્વર જ્યારે પ્યુરેટો રિકોની જેસ્મીન કેમાકો ક્વિને 12.23 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ જીત્યો હતો. બંને મહિલાઓનો સમય સરખો હોવા છતાં તેમની વચ્ચે માઇક્રો સેકન્ડનો તફાવત રહ્યો હતો.
ટોબીની ઇવેન્ટ પછી યોજાયેલી પોલ વોલ્ટની ફાઇનલમાં સ્વીડનના એથ્લેટ મોન્ડો ડુપ્લાન્ટિસે 6.21 મીટરનો જમ્પ લગાવીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તેણે જો કે પોતાના જ જૂના રેકોર્ડને સુધાર્યો હતો. આ ઇવેન્ટમાં અમેરિકાના ક્રિસ્ટોફર નિલ્સને 5.94 મીટરના જમ્પ સાથે સિલ્વર જ્યારે ઇરાનના જોન ઓબીનાએ બ્રોન્ઝ જીત્યો હતો.

ટોબીએ સેમી ફાઇનલમાં 100 મીટર હર્ડલનો 6 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો
વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં બે કલાકમાં બે વાર વર્લ્ડ રેકોર્ડ બ્રેક કરનાર નાઇજિરીયાની સ્પ્રીન્ટર ટોબી અમુસામીએ મહિલાઓની 100 મીટર હર્ડલની સેમી ફાઇનલમાં જ્યારે 12.12 સેકન્ડનો સમય લીધો હતો, ત્યારે તેણે અમેરિકન સ્પ્રીન્ટર કેન હેરિસનના 6 વર્ષ જૂના વર્લ્ડ રેકોર્ડને તોડ્યો હતો. કેન હેરિસને 2016માં આ ઇવેન્ટમાં 12.20 સેકન્ડનો સમય લઇને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

Most Popular

To Top