સુરત: સુરત (Surat) શહેર માટે અતિ મહત્વના તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ (Tapi Riverfront Development Project) માટે વર્લ્ડ બેંકની (World Bank) ટીમ સુરત શહેરની મુલાકાતે આવી છે. તા. 26 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી વર્લ્ડબેંકની ટીમ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે ખાસ વિવિધ પ્રોજેક્ટની મુલાકાત લઈ રહી છે. હાલ શહેરમાં નવરાત્રિનો માહોલ હોય, વર્લ્ડ બેંકની ટીમે નવરાત્રિની મજા માણી હતી.
થોડા સમય અગાઉ જ વર્લ્ડ બેંકની ટેક્નિકલ ટીમ સુરત આવી હતી અને રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે વિવિધ સાઈટની મુલાકાત લીધી હતી. સુરત મહાનગરપાલિકાને તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેંક તરફથી કેટલા કરોડની અને કયા વ્યાજના દરે લોન ઉપલબ્ધ થશે? તે વર્લ્ડ બેંકની બીજી મુલાકાત બાદ જાણવામાં આવશે. હાલ વર્લ્ડ બેંકની ટીમ દ્વારા શહેરમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લઈ સાઈટ વિઝિટ કરવામાં આવી રહી છે ત્યારે વર્લ્ડ બેંકની ટીમના સભ્યો અઠવા ઝોનમાં એક પાર્ટી પ્લોટમાં ગરબાના તાલે પણ ઝુમ્યા હતા.