Vadodara

World Wildlife Day: ગિરના ‘જય-વીરુ’ને ભાવભીની શ્રદ્ધાંજલિ

વર્ષ 2025ના એપ્રિલ મહિનામાં સાસણ ગિરમાં પ્રકૃતિના રાજાશાહી સૌંદર્ય અને ભાઈચારાની જીવંત કહાનીને ડૉ. મયુર કલાબેએ પોતાના કેમેરામાં કેદ કરી હતી.

ડૉ. મયુર કલાબેએ જણાવ્યું હતું કે, ગિરના ‘જય’ અને ‘વીરુ’ નામના બે ભાઈ સિંહોને નજીકથી નિહાળવાનો અને આ અદ્ભુત પળને કેદ કરવાનો મોકો મળવો મારા માટે ગૌરવ અને આશીર્વાદ સમાન હતો. મારા દ્વારા ક્લિક કરાયેલ તસ્વીરમાં તેમની શાંતિ, વિશ્વાસ અને એકબીજા પ્રત્યેનો અદૃશ્ય બંધ સ્પષ્ટ રીતે અનુભવી શકાય છે.
આજે ‘જય’ અને ‘વીરુ’ આપણી વચ્ચે નથી, છતાં તેમની યાદો અને ગિરની ધરતી પર તેમની હાજરી સદાય અનુભૂતિરૂપ રહેશે.
વન્યજીવન પ્રત્યેનો પ્રેમ અને સંરક્ષણનો સંદેશ આપણી દરેક પળમાં જીવંત રહે — એ જ તેમની સાચી શ્રદ્ધાંજલિ છે. આવો, આ World Wildlife Day નિમિત્તે પ્રકૃતિ અને ગિરના આ રાજાશાહી વારસાને સાચવવાનો સંકલ્પ લઈ ‘જય’ અને ‘વીરુ’ને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Most Popular

To Top