World

મહાસત્તાનું મહાભિયાન : વિશ્વ સાથે 1 અબજ ડોઝ શેર કરવા ફાઇઝરની ખરીદી બમણી કરશે

વૉશિંગ્ટન: રાષ્ટ્રપતિ જો બાઇડન (Joe Biden) જાહેરાત કરવા માટે તૈયાર છે કે, યુનાઇટેડ સ્ટેટ્સ (US) 1 અબજ ડોઝ વિશ્વ સાથે શેર કરવા માટે ફાઇઝર (Pfizer)ની કોરોના રસીના ડોઝની ખરીદી બમણી કરી રહ્યું છે. કારણ કે, તેઓ આગામી વર્ષમાં વૈશ્વિક વસ્તીના 70 ટકાનું રસીકરણ (Vaccination) કરવાના લક્ષ્યને સ્વીકારે છે.

અમેરિકા (America)ની પ્રતિબદ્ધતા વૈશ્વિક રસીકરણ માટે શિખર સમિટની આધારશિલા છે. જે બાઇડને સંયુક્ત રાષ્ટ્ર (UN) મહાસભાના અવસર પર બુધવારે બોલાવવામાં આવી હતી. જ્યાં તેઓ કોરોના (Corona) વાયરસને નિયંત્રણમાં રાખવા માટે વધુ સારી કામગીરી કરવા રાષ્ટ્રોને આગળ ધપાવવાની યોજના ધરાવે છે. વૈશ્વિક નેતાઓ, સહાય જૂથો અને વૈશ્વિક આરોગ્ય સંસ્થા (WHO)ઓ વૈશ્વિક રસીકરણની ધીમી ગતિ અને અમીર અને ગરીબ દેશોના નાગરિકો વચ્ચે ડોઝની પહોંચની અસમાનતા અંગે વધુને વધુ અવાજ ઉઠાવી રહ્યા છે. બાઇડનની ટિપ્પણીનું પૂર્વાવલોકન કરવા માટે નામ ન આપવાની શરતે બાઇડન વહીવટીતંત્રના બે વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યાં અનુસાર, અમેરિકા દ્વારા 2020 સુધી કુલ રસીકરણ પ્રતિબદ્ધતાના 1.22 અબજ ડોઝ પૂરા પાડવામાં આવશે. અમેરિકા દ્વારા 100થી વધુ દેશોમાં ઓછામાં ઓછા 160 મિલિયન ડોઝ પૂરા પાડવામાં આવ્યા છે.

અમેરિકા દ્વારા નવીનતમ ખરીદી આગામી સપ્ટેમ્બરની યુએન મીટિંગ સુધીમાં વૈશ્વિક વસ્તીના 70 ટકા અને દરેક દેશના 70 ટકા નાગરિકોના રસીકરણના લક્ષ્યને પૂર્ણ કરવા માટે છે. વ્હાઈટ હાઉસે કહ્યું કે, બાઇડન અન્ય દેશોને પોતાની રસી વહેંચણીની યોજનાઓમાં ‘ઉચ્ચ સ્તરની મહત્વાકાંક્ષા માટે પ્રતિબદ્ધ’ કરવા માટે સમિટનો ઉપયોગ કરશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, શિખર સમિટના સમાપન બાદ વ્હાઇટ હાઉસ સાર્વજનિક રૂપે સંપન્ન દેશો અને બિન-નફાકારક સંસ્થાઓ માટે લક્ષ્યો જાહેર કરશે. છેલ્લા એક વર્ષમાં વૈશ્વિક સ્તરે 5.9 અબજથી વધુ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેનાથી વૈશ્વિક વસ્તીના લગભગ 43 ટકાનું રસીકરણ થઈ શકે છે. પરંતુ, તેના વિતરણમાં મોટા પ્રમાણમાં અસમાનતા છે. હાલમાં ઘણા ઓછી આવક ધરાવતા દેશો તેમના નાગરિકોને રસી આપવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

યુએન હેલ્થ એજન્સીએ કહ્યું છે કે, તે ઇચ્છે છે કે દેશો તેમના ડોઝ-શેરિંગ માટેના વચનો ‘તાત્કાલિક’ પૂરા કરે અને ખાસ કરીને ગરીબ દેશો અને આફ્રિકા માટે ડોઝ ઉપલબ્ધ કરાવે. ડબલ્યુએચઓએ રસીઓ બનાવતી કંપનીઓને કોવેક્સને પ્રાથમિકતા આપવા અને તેમના પુરવઠાનું સમયપત્રક જાહેર કરવા વિનંતી કરી હતી. તેમણે અમીર દેશોને બૂસ્ટર ડોઝના રોલઆઉટને ટાળવા માટે અપીલ કરી હતી, જેથી વિકાસશીલ દેશોમાં આરોગ્ય કર્મચારીઓ અને નબળા લોકોને ડોઝ ઉપલબ્ધ કરાવી શકાય. મંગળવાર સુધીમાં કોવાક્સે 141 દેશોમાં 296 મિલિયનથી વધુ ડોઝ મોકલ્યા હતા.

Most Popular

To Top