કીવ: રશિયા યુક્રેનના (Russia-ukrain) યુઘ્ઘનો (War) આજે 18મો દિવસ છે. દિવસેને દિવસે પરિસ્થિતી વર્ણવી ન શકાય તેવી થઈ રહી છે. તેમજ આ યુધ્ધમાં નિર્દોષ લોકો મૃત્યુનો (Death) ભોગ બની રહ્યા છે. જેમાં બાળકોનો (Children) પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે. રવિવારે (Sunday) રશિયાએ યુક્રેનના પશ્ચિમભાગ લીવ શહેરની નજીક સૈન્ય મથક ઉપર આઠ મિસાઈલ છોડી છે. કીવ નજીક થયેલા આ હુમલામાં એક બાળક તેમજ અન્ય સાત લોકોના મોત થયાં છે. મળતી માહિતી મુજબ કિવ નજીકના ગામ પેરેમોહાથી મહિલાઓ અને બાળકોને બહાર કાઢી રહેલા કાફલા પર તે ગ્રીન કોરિડોર વિસ્તારમાં કરવામાં આવ્યો હતો, જે નાગરિકોને બચાવવા માટે રશિયાની સંમતિથી બનાવવામાં આવ્યો હતો.
- અમેરિકા યુક્રેનને 1500 કરોડ રૂપિયાના શસ્ત્રો આપશે
- યુક્રેનના ઘણાં શહેરોની સ્થિતી ગંભીર થઈ
- કીવ નજીક થયેલા આ હુમલામાં એક બાળક તેમજ અન્ય સાત લોકોના મોત થયાં
- નાગરિકોના બચાવ કાર્યમાટે બનાવવામાં આવેલ ગ્રીન કોરિડોરને ડિર્સ્ટબ કરવા અંગેનો પણ આક્ષેપ રશિયન સૈન્ય ઉપર લગાવ્યો
આ યુઘ્ધમાં મોટા ભાગમાં શહેરો યુક્રેનની મદદે ઊભા છે. અમેરિકાના વ્હાઈટ હાઉસ દ્વારા શનિવારે જાહેર કરવામાં આવ્યું કે અમેરિકા યુક્રેનને 1500 કરોડ રૂપિયાના શસ્ત્રો આપશે. આ શસ્ત્રોમાં એન્ટી ટેન્ક અને એન્ટી એરક્રાફટ મિસાઈલોનો સામાવેશ કરવામાં આવે છે. અમેરિકાએ આ અંગેની જાહેરાત કર્યાના ઘણાં કલાકો પહેલા રશિયન વિદેશ મંત્રાલયના એક અધિકારીએ તેને રશિયન સૈન્યને નિશાન બનાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો. આ સાથે જ તેઓએ ચેતવણી પણ આપી હતી કે તેના ગંભીર પરિણામો આવશે.
આ ઉપરાંત રશિયનદળોએ યુક્રેનના શહેરો ઉપર બોંબમારો ચાલુ જ રાખ્યો છે. જેના કારણે ત્યાંના લોકોની પરિસ્થિતી દયનીય બની છે. આ સાથે યુક્રેનના ઘણાં શહેરોની સ્થિતી ગંભીર થઈ છે. યુક્રેનના અઘિકારોએ પોતાના નાગરિકોના બચાવ કાર્યમાટે બનાવવામાં આવેલ ગ્રીન કોરિડોરને ડિર્સ્ટબ કરવા અંગેનો પણ આક્ષેપ રશિયન સૈન્ય ઉપર લગાવ્યો હતો.