ન્યૂયોર્ક(New York): હાલના વર્ષોમાં ન્યૂયોર્કમાં સૌથી ખરાબ આગ (Fire) લાગવાના બનાવમાં 9 બાળકો (Children) સહિત 19 લોકોનાં મૃત્યુ (Dead) થયાં હતાં. 32 લોકો ગંભીર રીતે દાખ્યા છે જેઓની સારવાર ચાલી રહી છે. આગ લાગી ત્યારે બહુમાળી ઈમારતની બારીમાંથી લોકો મદદ માટે બૂમો પાડી રહ્યા હતા, પરંતુ આગ એટલી ગંભીર હતી કે તેમાંથી અમુક લોકોને યોગ્ય સમયે મદદ મળી ન હતી. મળતી માહિતી મુજબ છેઈલેક્ટ્રીક સ્પેસ હીટરમાં (Space Heater) થયેલ ખરાબીના કારણે આ ઈમારતમાં (Building) ભયંકર આગ લાગી હતી. ન્યૂયોર્કના બ્રાન્ક્ષમાં (Branx) આવેલી 19 માળની ઈમારતમાં રવિવારે (Sunday) સ્થાનિક સમય મુજબ સવારે 11 વાગે આગ ફાટી નીકળી હતી. લાગેલી આગને બુઝાવવા અગ્નિશમન દળના 200 જેટલાં જવાનો કામે લાગ્યા હતા. થોડા દિવસ અગાઉ ફિલાડેલ્ફિયામાં એક એપાર્ટમેન્ટમાં લાગેલી આગમાં 9 બાળકો સહિત 19 લોકો મૃત્યુ પામ્યા હતાં.
ન્યૂયોર્ક સિટિના મેયર એરીક એડમ્સે કહ્યું હતું, ‘આજે આપણે પોતાના 19 નાગરિકોને ગુમાવ્યા, જેમને આપણે ગુમાવ્યા તેમના માટે પ્રાર્થનામાં મારી સાથે જોડાઓ, ખાસ કરીને 9 નિર્દોશ બાળકો જેમનું જીવન ટૂંકાઈ ગયું હતું.’
- બેડરૂમમાં મૂકેલા ઈલેક્ટ્રીક સ્પેસ હીટરમાં ખરાબીના કારણે આગ લાગી હતી
- 9 બાળકો સહિત 19 લોકો મૃત્યુ પામ્યા
- ઈમારતમાં મોટે ભાગે આફ્રિકાના ગામ્બિયાથી આવેલાં મુસ્લિમ લોકો રહેતાં હતાં
આ બનાવમાં 30 કરતાં વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતાં. વઘારામાં તેઓએ જણાવ્યું હતું કે ઈમારતમાં મોટે ભાગે આફ્રિકાના ગામ્બિયાથી આવેલાં મુસ્લિમ લોકો રહેતાં હતાં. ‘આ ન્યૂયોર્ક માટે એક અતિભયાનક, દુ:ખદ ક્ષણ છે. આ આગની અસર આપણા શહેરમાં દુ:ખ અને નિરાશા લાવશે. આ આધુનિક સમયમાં આપણે જોયેલી સૌથી ખરાબ આગની ઘટના છે.’
સૂત્રો મુજબ આગનું સ્ત્રોત ખરાબ ઈલેક્ટ્રીક હીટર હતું જે એક ઓપાર્ટમેન્ટના બેડરૂમમાં મૂકેલું હતું, ત્યાં આગ લાગ્યા બાદ તે આખા એપાર્ટમેન્ટમાં ફેલાઈ હતી. જે એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી તેનો દરવાજો ખુલ્લો હતો જેના કારણે આગ અને ધુમાડો ફેલાઈ ગયા હતાં.