Charchapatra

વિશ્વ આદિવાસી દિવસ એટલે ફરજ અને જાગૃતિ ઉજાગર કરવાનો દિવસ

વિશ્વ આદિવાસી દિવસ સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાએ કર્યો. જેનો હેતું આદિવાસીના અધિકારોનું રક્ષણ, સંસ્કૃતિ, ભાષા, પરંપરા, જીવનશૈલી અને આદિવાસીઓ પર થતા અત્યાચાર-અસમાનતા-શોષણ જેવા મુદ્દા પર જાગૃતિ ફેલાવવી હતી. વિશ્વમાં 476 મિલિયન નાગરિકો આદિવાસી છે. કુલ 6 ટકા વસ્તી, જે ઘણા દેશોમાં નિવાસ સ્થાન કરે છે. જેમાં 5000થી વધુ ભિન્ન ભિન્ન ભાષા બોલી સંસ્કૃતિ ધરાવે છે. આજના વર્ષની વિષય થીમ આદિવાસી અને કુત્રિમ બુદ્ધિ અધિકારની રક્ષા જે Indigenous peolpes and AI Defending Rights Shoping futures મુખ્ય ભાર યુવા અને સ્ત્રી નિર્ભર સમુદાયોની ટકાવ પર્યાવરણની પહેલ દર્શાવી તે મુજબ તૈયાર કરવામાં આવી છે. તેના આધારે જ થાઈલેન્ડમાં Thailand Ethnic protection bill કાનૂની સુરક્ષામાં પરંપરાગત જીવનશૈલીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પર્યાવરણનું વિકાસના નામની નિકંદન કાઢવામાં આવે છે. જે ભારતની વિકાસની છબી છતી કરે છે.

આટલા વર્ષમાં તંત્ર એ શું કર્યું? વિશ્વમાં પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તાર હિમાલય પ્રદેશ આ ગ્લોબલ વોર્મિંગથી પીડાય છે. જેનું કારણ આદિવાસી નાગરિકો નહીં સરકારમાં બેઠેલા લોકો જ છે. આજે ઉત્તરકાશી જિલ્લાના ભટવાડી બ્લોકમાં રહેલા મોહનસિંહ રાણાએ 17 વર્ષ સેનામાં નોકરી કરી નિવૃત્તિ જીવનમાં હિમાલય વિસ્તારમાં જંગલો બચાવવા માટે સરકાર સામે લડી રહ્યો છે. 9 ઓગસ્ટ 2025 માં બે સંગમ દિવસ જોડાયા છે. રક્ષાબંધન અને વિશ્વ આદિવાસી દિવસ તો આપણે સર્વ ભાઈ બહેનના સંબંધો જે રીતે દર્શાવીએ છીએ. તેવો જ સંબંધ અને વ્યવહાર પર્યાવરણનું રક્ષણ કરવા માટે કરવો જોઈએ.
તાપી    – ચૌધરી હરીશકુમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top