સંયુક્ત રાષ્ટ્ર સંઘના વર્લ્ડ હેપીનેસ ઈન્ડેક્ષ રીપોર્ટસમાં કુલ ૧૪૭ દેશોમાં ફિનલેન્ડ સતત આઠમા વર્ષે સૌથી પ્રથમ નંબરે રહેલ છે. જ્યારે આપણા દેશ આઠ અંકમાં પ્રગતિ કરીને ગયા વર્ષના 126 નંબર છોડીને 118 નંબરે આવેલ છે. આપણા કરતાં આપણા પાડોશી પાકિસ્તાન 108 નંબરે, નેપાળ 92 નંબરે અને ચીન 68મા નંબરે આવેલ છે. વિશ્વનો સૌથી વધુ વિકસિત અને શક્તિશાળી અમેરિકાનો નંબર ગયા વર્ષ કરતાં એક નંબર ઊતરીને 24મા નંબરે આવેલ છે. જર્મની 22મા નંબરે, બ્રિટન 23મા નંબરે આવેલ છે, જે અમેરિકાથી આગળ છે. જે રીતે ફીનલેન્ડ સૌથી પ્રથમ છે તે રીતે અફઘાનિસ્તાન સૌથી પાછળ 147મા નંબરે આવેલ છે. ફીનલેન્ડ રશિયાનું પાડોશી હોવાથી પુતિને યુક્રેન સાથે શરૂ કરેલા યુધ્ધની અસર તેના પર પડેલ છે.
આમ છતાં ફિનલેન્ડ વિશ્વના સૌથી વધુ ખુશ દેશોની યાદીમાં સતત આઠમા વર્ષે પણ ટોચનું સ્થાન પ્રાપ્ત કરેલ છે જે માટે ફિનલેન્ડ અને તેના નાગરિકો અભિનંદનને પાત્ર ગણી શકાય. આપણા દેશ સહિત વિશ્વના દેશોએ ફિનલેન્ડનાં નાગરિકોની જીવનપધ્ધતિનો અભ્યાસ કરવાની જરૂર છે. આ હેપીનેસ રીપોર્ટનો માપદંડ જીવન મૂલ્યાંકન, સકારાત્મક લાગણીઓ અને નકારાત્મક લાગણીઓ એમ કુલ ત્રણ મુખ્ય બાબતોનો સમાવેશ થાય છે. આ યાદીમાં બરબાદ થયેલા પાકિસ્તાન, યુધ્ધના મેદાનમાં ત્રણ વર્ષથી સંઘર્ષ કરતું યુક્રેન અને પેલેસ્ટાઈન આપણા દેશથી આગળ (વધુ સુખી) છે જે રીપોર્ટ ગળે ઊતરે એમ નથી જે સાબિત કરે છે કે આ આંકડાની માયાજાળ છે. ભારત, શ્રેષ્ઠ ભારતનું નિર્માણ દેશમાં હૃદયની સાચી એકતા અને શાંતિ સ્થાપિત કરી શકાશે.
અમદાવાદ – પ્રવીણ રાઠોડ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ફૂટપાથ કે શોપિંગ મોલ?
સુરત દર ૬ મહિને નવું દેખાય, કારણ કે તે દરેક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. બી.આર.ટી.એસ. માટે રસ્તા બનાવવાની કામગીરી વખતે નાગરિકોને રસ્તા પર ચાલવાની, વાહન ચલાવવાની ખૂબ મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. મેટ્રો ટ્રેઈન વખતે આ જ સ્થિતિ સર્જાય છે. દરરોજ ચાલવા જનાર નાગરિકથી બિલકુલ ચાલી શકાતું નથી તેનું કારણ ફૂટપાથ પરની લારીઓ, ગલ્લાઓ છે. તે નાથવામાં આવે તો મુશ્કેલીઓ દૂર થઈ શકે.
સુરત – સાધના વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
