World

માઇક્રોસોફ્ટ સર્વિસ ડાઉન: અડધું વિશ્વ થંભી ગયું, 1400 ફ્લાઇટ કેન્સલ, રેલવે બેંક સ્ટોક માર્કેટ પર અસર

માઈક્રોસોફ્ટના સર્વરમાં ખામીને કારણે ભારત સહિત વિશ્વના અનેક દેશો જાણે કે થંભી ગયા હતા. દુનિયાની અનેક એરલાઈન્સને અસર થઈ છે. માઈક્રોસોફ્ટ ક્લાઉડના આઉટેજને કારણે સમગ્ર વિશ્વ જાણે સ્થિર થઈ ગયું હતું. વિશ્વભરની તમામ બેંકો, વ્યવસાયો, એરલાઇન્સ ક્લાઉડ સર્વર પર નિર્ભર હોવાને કારણે માઈક્રોસોફ્ટ ક્લાઉડ ડાઉન થવાને કારણે ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિત વિશ્વભરમાં 1400થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. 3 હજારથી વધુ વિમાનોની ઉડાનમાં મોડું થયું હતું. ભારતમાં ચાર એરલાઈન્સ- ઈન્ડિગો, સ્પાઈસજેટ, અકાસા એર અને એર ઈન્ડિયા એક્સપ્રેસે અહેવાલ આપ્યો છે કે તેમની બુકિંગ, ચેક-ઈન અને ફ્લાઈટ અપડેટ સેવાઓ ટેક્નિકલ સમસ્યાને કારણે પ્રભાવિત થઈ હતી. એરપોર્ટ પર સર્વિસના અભાવે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

સમગ્ર વિશ્વમાં માઈક્રોસોફ્ટ સેવાઓ ડાઉન છે. જેના કારણે હવાઈ સેવા, રેલવે અને અન્ય સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે. વિશ્વના ઘણા દેશો આનાથી પ્રભાવિત થયા છે. શુક્રવારે બપોરથી સમગ્ર વિશ્વમાં હોબાળો મચી ગયો. એન્ટીવાઇરસ ક્રાઉડસ્ટ્રાઇકના અપડેટથી માઇક્રોસોફ્ટની ક્લાઉડ સર્વિસમાં શુક્રવારે મુશ્કેલી આવી ગઈ. એના કારણે દુનિયાભરમાં એરલાઇન્સ, ટીવી ટેલિકાસ્ટ, બેકિંગ અને અનેક કોર્પોરેટ કંપનીઓનાં કામકાજ પર અસર પડી. અમેરિકા, બ્રિટન અને ભારત જેવા અનેક દેશમાં 1400થી વધારે ફ્લાઇટ્સ કેન્સલ થઈ ગઈ. વિશ્વના ઘણા દેશોમાં સ્ટોક એક્સચેન્જો ઠપ્પ થઈ ગયા. વિશ્વભરમાં લાખો વિન્ડોઝ યુઝર્સે બ્લુ સ્ક્રીન ઓફ ડેથ (BSOD) એરરનો અનુભવ કર્યો.

રાજીવ ચંદ્રશેખરે કહ્યું- ઝડપથી સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવશે
માઈક્રોસોફ્ટ આઉટેજ પર ભાજપના નેતા અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના કેન્દ્રીય રાજ્ય મંત્રી અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતાના કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું, “માઈક્રોસોફ્ટ 365 અને માઈક્રોસોફ્ટ સ્યૂટનો ઉપયોગ લાખો ભારતીયો કરે છે. આ પ્લેટફોર્મ પર કોઈપણ આઉટેજ વ્યવસાય માટે મહત્વપૂર્ણ છે અને મને આશા છે કે માઇક્રોસોફ્ટ તેને પુનઃસ્થાપિત કરશે મને વિશ્વાસ છે કે સેવાઓ શક્ય તેટલી વહેલી તકે પુનઃસ્થાપિત કરવા માટે ભારત સરકાર માઇક્રોસોફ્ટ સાથે કામ કરશે.

ઉડ્ડયન મંત્રીએ ખોરાક અને પાણી આપવાનો આદેશ આપ્યો
નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ કહ્યું, “મેં એરપોર્ટ સત્તાવાળાઓ અને એરલાઇન્સને ફ્લાઇટમાં વિલંબથી પ્રભાવિત મુસાફરો માટે વધારાની બેઠક, પાણી અને ખોરાક આપવાનો નિર્દેશ આપ્યો છે. અમે તમારી ચિંતાઓને સમજીએ છીએ અને તમારી સલામત અને સુરક્ષિત મુસાફરી માટે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ.” તમારી ધીરજ અને સહકારની ખૂબ પ્રશંસા કરીએ છીએ.”

માઈક્રોસોફ્ટ ક્લાઉડ સર્વિસમાં સમસ્યાના કારણે દેશના આઈટી હબ બેંગલુરુમાં કોર્પોરેટ કંપનીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 2 કલાક કામ ઠપ થવાના કારણે IT ઉદ્યોગ પર મોટી અસર જોવા મળી હતી. એન્ટિવાયરસ ‘CrowdStrike’ ના અપડેટને કારણે આ સમસ્યા આવી છે. માઈક્રોસોફ્ટ ક્લાઉડ સેવાઓનો ઉપયોગ કરતી તમામ કંપનીઓને ક્રાઉડ સ્ટ્રાઈકમાંથી એક ઓટો અપડેટ પ્રાપ્ત થયું કે તરત જ વિન્ડોઝ ક્રેશ થઈ ગઈ અને આઈટી પ્રોફેશનલ્સની ભાષામાં સ્ક્રીન ઑફ ડેથ તરીકે ઓળખાતી બ્લુ સ્ક્રીન બટ થઈ ગઈ આ વાદળી સ્ક્રીન દેખાવા લાગી.

Most Popular

To Top