ગાંધી એટલે ગાંધી. એમને કહ્યું હતું કે ‘‘હું કબરમાંથી પણ બોલતો રહીશ’’ અને સાથે જ ગાંધીજી માત્ર ભારતમાં જીવતા જાગતા નથી. પરંતુ આખા વિશ્વમાં જુદી જુદી પ્રતિભા દ્વારા તેઓ ગાંધીવિચારના રૂપે પ્રગટતા રહે છે. વિશ્વનો સૌથી બુદ્ધિશાળી માનવી આલ્બર્ટ આઈન્સ્ટાઈને કહ્યું હતું કે આવતી પેઢીઓ ભાગ્યે જ માનશે કે આવો કોઈ માસ અને રક્તથી ભરેલો માનવી આ પૃથ્વી ઉપર ચાલ્યો હશે. રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું કે એક માનવી હજારો મુફલીસોનાં ઝૂંપડાં સામે ઊભો રહ્યો. એના જેવાં જ વસ્ત્રો પહેરીને એમની સાથે એમની ભાષામાં વાત કરતો, એ જીવંત સત્ય હતો. કોઈ ગ્રંથનો અવતરણ નહોતું. પણ દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે આપણા દેશમાં મહાત્મા ગાંધીજીને પ્રતિભા અને મનઘડત આક્ષેપોથી ત્યર્થ પ્રયત્ન કરવામાં આવે છે. ગાંધીજીને લાંછન લગાડવા માટે કેટલીક વ્યક્તિઓ વોટ્સએપ અને facebook પર મંદ બુદ્ધિથી પાયા વિહોણા આક્ષેપ કરે છે.
ગાંધીજીની સૌથી વધુ ટપાલ ટિકિટ આફ્રિકા દેશોએ બહાર પાડી છે ત્યાર પછી અમેરિકા, કોંગો અને બ્રિટન પણ ગાંધી ટિકિટ બહાર પાડી ચૂક્યું છે. મહાત્મા ગાંધીજીને આફ્રિકન સત્યાગ્રહના ભાવનાનો વિચાર કરીએ તો પહેલું સ્મરણ માટે લોથલ અને કિંગ જુનિયરને જાય છે. ગાંધીવિચારનું શસ્ત્ર બનાવ્યું હતું. 1980 માં નોબલ પ્રાઈઝ મેળવનાર એડોલ્ફ પેરેજ ઉપર ગાંધીજીનો પ્રભાવ જોવા મળ્યો તેને ગાંધીજીની ગ્રામ સ્વાલંબનની કલ્પના સાકાર કરી હતી. તેને બાલી શાંતિ સેના ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી.
તેને ગાંધી વિચાર ઉપર આધારિત આશ્રમની સ્થાપના કરી હતી. ગાંધી આશ્રમના સ્થાપક ગાંધીજીના શિષ્ય ડેલ વાસ્તે ઇટાલીમાં અને ગાંધીવિચારથી રંગાયેલા તેને પોતાનું નામ પણ શાંતિદાસ રાખ્યું હતું. જર્મનીના પીટરે પોતાનું નામ મોહનદાસ રાખેલું. અને પોતાના ખર્ચે ગાંધીજીના ફોટા, ચરખો,આશ્રમની ઝૂંપડીનો નમૂનો, નકશાઓ, પુસ્તકો ભારતથી જર્મની લઈ ગયાં અને એનું પ્રદર્શન ગોઠવ્યું. ચાર્લ્સ વોકરને ગાંધીવિચારના દૂત ગણાવી શકાય, તેવો સતત ગાંધીવિચારને ધ્યાનમાં રાખતા. આજના સમયમાં ગાંધીનું મહત્ત્વ સવિનય કાનૂનભંગ સિદ્ધાંત અહિંસક આંદોલન, સામાજિક પરિવર્તન ઉપર ડઝનબંધ પુસ્તકો લખ્યાં છે. તે વર્લ્ડ પીસ બ્રિગેડ ઇન્ટરનેશનલ સેનાના સ્થાપક છે. દલાઇ લામા પણ આજે ગાંધીજીની વિચારધારાથી પ્રેરણા પ્રાપ્ત કરી છે.
સુરત – યોગેન્દ્ર પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.