૨૨ એપ્રિલ પૃથ્વીની શોભા વધી રહે માનવી સારૂ જીવન જીવી શકે તે માટે ૧૯૭૦થી વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેનું પ્રથમ ધ્યાન અમેરિકાએ વિશ્વના નાગરિકોને દોર્યું. માનવીના સ્વાર્થના કારણે પર્યાવરણના મુખ્ય તત્વો જળ જમીન જંગલ પ્રદૂષિત કર્યા છે. પર્યાવરણનો અને પૃથ્વીનો મોટો દુશ્મન હોય તો પ્લાસ્ટિક. તે માટે સરકાર બોલતી રહી છે પ્લાસ્ટિક ટાળો પર્યાવરણ બચાવો તંત્ર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી શકતું નથી. તે માટે જ આ લખનાર પ્લાસ્ટિક ટાળવાની જગ્યા પર વટથી વાપરે છે. આ સ્વચ્છ ભારત કે બેવડા ભારતનું કડવું સત્ય લખાઈ છે.
આજે વિશ્વમાં પૃથ્વીની જાગૃતિના ભાગે ૧૯૨ દેશ વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરી માનવ જીવન કેવી રીતે સારું રહે તેની વાત કરતાં હોય છે. પણ સત્ય આ છે.કોઈ પણ ખૂણે વિશ્વના નેતાઓ એક બીજાને મળીને પર્યાવરણને અનુકૂળ ન હોય તેવા પ્રોજેક્ટ માટે સોદાબાજી આજે પણ ચાલુ છે. અરે સાહેબ! શું કામ આ વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરો છો. આ ધરતી માતાનું અપમાન છે. અનેક પ્રકારની બીમારીઓને સામનો કરીને પણ માનવી પ્લાસ્ટિક ટાળો નહી પણ પ્લાસ્ટિક વાળો બની રહ્યો છે.
તાપી – હરીશ ચૌધરી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
