નવી દિલ્હી: (New Delhi) ભારતમાં રમાનારા વન ડે વર્લ્ડકપ 2023 (World Cup 2023) માટે ભારતે પોતાની 15 સભ્યોની અંતિમ ટીમની (Team) જાહેરાત કરી છે. બીસીસીઆઇએ 5 સપ્ટેમ્બરે જ વર્લ્ડકપ માટે 15 ખેલાડીઓના (Player) નામની જાહેરાત કરી હતી. આજે 28મી સપ્ટેમ્બર આ ટીમમાં ફેરફાર કરવાની છેલ્લી તારીખે એ ટીમમાં એક માત્ર ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં અક્ષર પટેલના સ્થાને રવિચંદ્રન અશ્વિનનો સમાવેશ કરાયો છે.
- વર્લ્ડકપ માટેની ભારતની અંતિમ ટીમ જાહેર, અક્ષર આઉટ, અશ્વિન ઇન
- ટીમમાં ફેરફાર કરવાના અંતિમ દિવસે ભારતીય ટીમે 15 સભ્યોની ટીમમાં માત્ર એક ફેરફાર કર્યો
એશિયા કપ દરમિયાન બાંગ્લાદેશ સામેની મેચમાં અક્ષર ઘાયલ થયો હતો. આ કારણે તે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વનડેની સીરિઝમાં પણ રમી શક્યો ન હતો. તેના સ્થાને રવિચંદ્રન અશ્વિન અને વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જેમાંથી હવે અશ્વિનને આખરે વર્લ્ડકપની ટીમમાં સામેલ કરી લેવાયો છે. વર્લ્ડ કપની તૈયારી માટે ટીમ ઈન્ડિયા ગુવાહાટી પહોંચી ગઈ છે. ભારતીય ટીમ 30 સપ્ટેમ્બરે ગુવાહાટીમાં ઈંગ્લેન્ડ સાથે પ્રેક્ટિસ મેચ રમશે. ટીમ ઈન્ડિયાની બીજી પ્રેક્ટિસ મેચ 3 ઓક્ટોબરે ત્રિવેન્દ્રમમાં નેધરલેન્ડ સામે છે.
વર્લ્ડ કપ માટે ભારતની 15 સભ્યોની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મહંમદ શમી, મહંમદ સિરાજ, અને કુલદીપ.યાદવ.
પાકિસ્તાનના પ્રથમ પ્રેક્ટિસ સેશનમાં ભારતીય નેટ બોલર નિશાંત આકર્ષણનું કેન્દ્ર બન્યો
હૈદરાબાદ: હૈદરાબાદનો છ ફૂટ નવ ઇંચ લાંબો ઝડપી બોલર નિશાંત સરનુ ગુરુવારે વર્લ્ડકપ પહેલા પાકિસ્તાનના પ્રથમ પ્રેક્ટિસ સેશનમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. હૈદરાબાદની અંડર-19 ટીમમાં સામેલ નિશાંત એવા નેટ બોલરોમાં સામેલ છે જે પાકિસ્તાન ટીમને નેટ પ્રેક્ટિસમાં મદદ કરશે. પાકિસ્તાનની ટીમે અહીં પહોંચ્યાના માત્ર 12 કલાક બાદ જ પોતાના પ્રથમ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. હરિસ રઉફ અને શાહીન શાહ આફ્રિદીએ બોલિંગ કર્યા પછી, પાકિસ્તાનના બોલિંગ કોચ મોર્ને મોર્કેલ અને સપોર્ટ સ્ટાફે પોતાના વારાની આતુરતાથી રાહ જોઈ રહેલા નિશાંતને નેટ્સમાં બોલિંગ કરવા માટે બોલાવ્યો હતો. નિશાંતે કહ્યું હતું કે અત્યારે હું 125થી 130 કિલોમીટની ઝડપે બોલિંગ કરી શકું છું. મોર્ને મોર્કેલે મને મારી સ્પીડ વધારવા કહીને એ પણ પૂછ્યું કે શું હું લખનઉ સુપર જાયન્ટ્સ માટે નેટ પ્રેક્ટિસ માટે ઉપલબ્ધ હોઈ શકું?